આ તારીખો છે ગુજરાત માટે ભારેથી અતિભારે! આ વિસ્તારો માટે ભયાનક આગાહી વાંચીને હચમચી જશો

Gujarat Weather Forecast: એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે. ગુરુવારે અનેક જગ્યાઓએ વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદ આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પલટો આવ્યો હતો. પરંતું હવે ફરીથી ગરમીના દહાડા આવશે. ત્રણ દિવસ બાદ ફરી ગરમી વધશે. રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી કરાઈ છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થશે. 

1/8
image

આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ પ્રકોપ રહેશે. ત્યારબાદ રાજ્યમાં આગામી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લી ,મહીસાગર દાહોદ , છોટાઉદેપુર,નર્મદામાં વરસાદની આગાહી કરી છે.

2/8
image

ભીષણ ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરાઈ છે. હાલ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડકભર્યુ વાતાવરણ છે. સાંજ પછી પછી ઉકળાટ અનુભવાતો નથી. ઠંડી હવા વહે છે. તાપમાનનો પારો પણ નીચો ગયો છે. પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે એવુ સમજીને જરા પણ હરખાતા નથી. કારણ કે, બે દિવસ પછી વાતાવરણમાં જે થશે તેનાથી તમારી વાટ લાગી જશે. 

3/8
image

10 અને 11 એપ્રિલ પ્રિ મોન્સુન એકટીવીટીના પગલે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 10 એપ્રિલ દાહોદ, છોટઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે. 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ મહીસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં હળવો વરસાદ થઇ શકે છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

4/8
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે.  

5/8
image

મહત્વનું છે કે હવામાન વિભાગે આ વર્ષે એપ્રિલ મે અને જૂન મહિના સુધી દેશના અનેક રાજ્યોમાં સૌથી વધુ ગરમીની આગાહી કરી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે. આ વખતે સરકાર એટલા માટે સક્રિય થઈ છે. કેમ કે એપ્રિલથી અનેક રાજ્યોમાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન મતદાનના સમયે લોકોને કોઈ અસર ન થાય તે માટે સરકારે લોકોને સતર્ક રહેવા માટે સલાહ આપી છે.

એપ્રિલમાં પણ ગરમીનો માર

6/8
image

એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરુઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.  

7/8
image

હવામાન વિભાગે ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મેદાની વિસ્તારો ધરાવતાં ઘણાં રાજ્યોમાં ગરમીની લહેર પણ આવવાની આગાહી કરવામાં આવી છે. દેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ઘણી જગ્યાએ ઊંચા તાપમાનની શક્યતા છે. 

8/8
image

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 7 એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ રહેશે. આ રાજ્યોના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.