રક્ષિત પંડ્યા/રાજકોટ :આજથી રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana)ના ફોર્મ વિતરણની શરૂઆત થઈ હતી. જોકે, કોઈ પણ પ્લાનિંગ અને સૂચના વગર આ જાહેરાત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. લગભગ દરેક શહેરોમાં ફોર્મ મેળવવા બેંકોની બહાર લાંબી લાઈનો લાગી હતી. ત્યારે રાજકોટમાં સવારે 1 લાખ રૂપિયાની લોન લેવા લોકોએ જિંદગી દાવ પર મૂકી તેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. સહકારી બેંકો પર લોન માટે ફોર્મ મેળવવા લોકોએ બેંક બહાર લાંબી લાઇનો લગાવી છે. પરંતુ ફોર્મ લેવા પહોંચેલ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું ભૂલી ગયા હતા. પારેવડી ચોક સ્થિત નાગરિક બેંક બહાર લોકોની લાંબી કતાર જોવા મળી હતી. બેંક ખૂલે એ પહેલા લગભગ 700થી 800 લોકોનું ટોળુ બેંક બહાર ઉભું હતું. તો બીજી તરફ, આ બેંકમાં વધુ ફોર્મ આવ્યા ન હોવાથી પ્રિન્ટર પરથી પ્રિન્ટ કાઢીને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા. તો કેટલાક લોકોને ઓનલાઈન ફોર્મ મેળવી લેવા કહેવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2%ની લોન લેવા ગુજરાતના દરેક શહેરોમાં સવારથી લાઈનમાં ઉભા છે લોકો, બેંકોએ કહ્યું- ફોર્મ નથી આવ્યા...


તો બીજી તરફ, રાજકોટના પરાબજાર સ્થિત નાગરિક બેંક પર ફોર્મ આપવાની કાર્યવાહી મુલતવી રખાઇ હતી. બેંક બહાર મેનેજર દ્વારા ફોર્મ વિતરણ મુલતવી રાખવામાં આવ્યું હોવાનું બોર્ડ મૂકી દેવાયું હતું. ફોર્મ માટે ફી ની કોઈ માહિતી ન હોવાથી ફોર્મ વિતરણ મુલતવી રાખવામાં આવ્યું હતું. 


રાજકોટના અર્બન કો ઓપરેટિવ બેંકસ ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ ઝી 24 કલાકની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ લોન યોજના માટે આજથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે. સહકારી બેંકો દ્વારા 8 % થી લોન આપવામાં આવશે. જેમાં 6% સરકાર સબસીડી આપશે અને 2 % લોન લેનારે આપવાના રહેશે. ગુજરાતમાં અર્બન કો.ઓપરેટિવ બેંક 217 છે, જેની 1000 જેટલી બ્રાન્ચ છે. ડિસ્ટ્રીક બેંક 18 છે, જેની 200 બ્રાન્ચ છે. તેમજ 6000 જેટલી ક્રેડિટ સોસાયટી છે, જ્યાંથી ધિરાણ આપવામાં આવશે. લોકો બેંકની ઓનલાઈન વેબસાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકશે. નાના ધંધા રોજગાર ચલાવતા લોકોને લોન આપવામાં આવશે. ફોર્મ ભરાયા બાદ બેંક ચકાસણી કરીને લોન આપશે. એક જ વ્યક્તિ એક કરતા વધુ વાર લાભ  ન લઈ જાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. વ્યક્તિ એક જ જગ્યાથી લોન મેળવી શકે અને બીજી કોઈ જગ્યાથી લોન ન મેળવી શકે માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે. જેમાં યાદી અપલોડ કરવામાં આવશે. લોન લેવા ઇચ્છતા લોકોએ 2 યોગ્ય જામીન આપવા પડશે. અગાઉ અન્ય કોઈ બેંકમાં લોન લઇ લોન ભરપાઈ ન કરી હોય તેવા લોકોને લોન નહિ મળી શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર