કિંજલ મિશ્રા/પાલનપુર : હાલ દેશભરમાં 70મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે ગુજરાતના પાલનપુરમાં રાજ્ય સ્તરની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજ્યપાલ ઓ.પી. કોહલીએ ધ્વજવંદન કર્યું હતું. સીએમ વિજય રૂપાણી તથા રાજ્યપાલ ઓ.પી.કોહલીએ ખુલ્લી જીપ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.


  • ગાંધીનગરના બીએસએફ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. આઈજી જીએસ મલિકે ધ્વજ વંદન કરાવીને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 

  • 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરવામાં આવશે. ગાંધીનગરના સેકટર-11ના રામકથા મેદાનમાં ગાંધીનગર પોલીસ દ્વારા પરેડ રજૂ કરાશે. આ પ્રસંગે ગાંધીનગરની શાળાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કરવામાં આવશે.

  • આ પ્રસંગે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું કે, પ્રજાસત્તાક દિવસનું મહત્વ એટલે છે કે આપણને સંવિધાન મળ્યું, જેના પર આપણે ગર્વ કરીએ છીએ. ગુજરાત વિકાસની દિશામાં આગળ વધે. 7૦માં પ્રજાસત્તાક દિવસ પર લોકોને શુભકામાનાઓ. આપણા દેશમાં આ દિવસ મહત્વપૂર્ણ દિવસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રહી છે. ગુજરાતમાં બનાસકાંઠાના પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. મુ્ખ્યમંત્રી વિજય રૂપાણી રાષ્ટ્રધ્વજ ફરકાવશે.પાલનપુરમાં રાજ્યકક્ષાની ઉજવણીને લઇ તડામાર તૈયારીઓ કરવામાં આવી છે તો પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઇ લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યકક્ષાની ઉજવણીને લઇ એક અઠવાડિયાથી જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.