થલતેજ મધર્સ હાઊસ ખાતે ૭૨ બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ
ગાંધીનગર મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં શરુ કરાયેલા આ સેન્ટરમાં ૨૪ બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા છે.
અમદાવાદ: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસંહ જાડેજાએ જણાવ્યું છે કે કોરિનાની મહામારીનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ. તેના મક્કમ પડકાર માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે અને તેના પગલે અનેક પગલા લેવાયા છે. તેના ભાગ રૂપે રાજ્યમાં સંખ્યાબંધ સ્થળે ‘કોવિડ કેર સેન્ટર’ કાર્યરત કરયા છે.
ઘણાં એવા દર્દીઓ હોય છે જેમનું ઘર નાનું હોય છે તેથી પરિવારનાં અન્ય સભ્યોને ચેપનું જોખમ ન રહે અને સંક્રમણ ન ફેલાય તે હેતુથી કોવિડ કેર સેન્ટર જેવી અલાયદી જગ્યાએ તેની સારવાર હવે સરળતાથી ઉપલબ્ધ કરાવવમાં આવી છે. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ ‘મધર્સ હાઉસ’ ખાતે ૭૨ બેડનું કોવિડ કેર સેન્ટરને આજે મંત્રીશ્રી પ્રદિપસંહ જાડેજાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
Corona ની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ વધુ સંક્રમિત, સર્વેમાં ચોંકાવનારો ખુલાસો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના ‘’ મારું ગામ કોરોના મુકત ગામ ‘’ ના અભિયાનને સાર્થક કરવા અને કોરોનાને સંપૂર્ણપણે હરાવવા માટે શહેરો અને ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરુ કરાયા છે. જેને લીધે કોવિડ પોઝિટીવ આવેલ વ્યક્તિની ત્યાં સ્થળ પર જ સારવાર થઈ શકે.
ગાંધીનગર મતવિસ્તારના સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાથી અમદાવાદના થલતેજ વિસ્તારમાં શરુ કરાયેલા આ સેન્ટરમાં ૨૪ બેડ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન સાથે બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ૫૦ જેટલા બેડ આઇશોલેશન તરીકે રાખવામાં આવ્યા છે. આના કારણે આ વિસ્તારના સંક્રમિત થયેલા લોકોને હવે ઘરની નજીકમા જ સુવિધા સુલભ બની છે. અને અહી દાખલ થનાર કોઇપણ દર્દી વિનામૂલ્યે સારવાર મેળવી શકશે.
ST બસોને ફરી નડ્યું કોરોનાનું ગ્રહણ, 3 રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરાયા
સમગ્ર રાજયની અંદર તમામ પ્રકારની સુવિધાઓ સાથેના કોવિડ કેર સેન્ટર બનાવીને સમાજને મદદરૂપ થવાની આગવી વ્યવસ્થા એ રાજય સરકારનો નેમ છે તેમ જણાવીને મંત્રીશ્રી એ કહ્યુ કે, ગામે ગામ આવી સુવિધાઓ ઉભી કરીને ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ અભિયાન અંતર્ગત દરેક ગામ કોરોના મુકત બને તેવો રાજય સરકારનો ઉમદા અભિગમ છે.
રાજ્ય સરકારની ઉત્તમ કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ૧૫ મી માર્ચે રાજ્યમાં ૪૫ હજાર જેટલા બેડ ઉપલબ્ધ હતા, જ્યારે આજે તેની સંખ્યા વધીને ૧ લાખ કરતા વધારેમ થઈ છે.
અગાઉ ૧૪૫ મેટ્રિક ટન જેટલા ઓક્સિજનની જરૂરિયાત હતી આજે તેની સામે ૧૧૫૦ મેટ્રિક ટન ઓક્સિજનની જરૂરિયાત પુરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં તૈયાર કરવામાં આવેલા આવા કોવિડ કેર સેન્ટરમાં PHC અને CHC નો સ્ટાફ સતત ખડેપગે સેવા આપી રહ્યો છે. સરકાર અને લોકોના સંયુકત સહકારથી આપણે કોરોનાને નાથવામાં સફળ રહીશું.
આ પ્રસંગે ધારાસભ્યો, અમદાવાદના મેયર કિરિટભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, બિપિનભાઇ પટેલ અને થલતેજ અને ઘાટલોડિયા વિસ્તારના મ્યુનિ. કાઉંસીલરો અને સ્થનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube