ST બસોને ફરી નડ્યું કોરોનાનું ગ્રહણ, 3 રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરાયા

કોરોનાકાળ વચ્ચે ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે અવરજવર કરતી વિકાસ રૂટ એસટીની બસોને ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વકરેલા કોરોનાના કારણે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મોટાભાગની ટ્રિપો ખાલીખલ દોડી રહી છે.

ST બસોને ફરી નડ્યું કોરોનાનું ગ્રહણ, 3 રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરાયા

હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં કોરોના (Corona) ના વધતા જતા સંક્રમણના ઘણી જગ્યાએ આંશિક બંધ તો ઘણા રાજ્યોએ સંપૂર્ણ લોકડાઉન (Lockdown) જાહેરાત કરી છે. ત્યારે તેની સીધી અસર એસટી બસ (ST Bus) સેવા પર પડી છે. કોરોનાના કારણે 50 ટકા ક્ષમતા સાથે બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ત્યારે કોરોનાકાળ વચ્ચે ગાંધીનગર (Gandhinagar) અમદાવાદ (Ahmedabad) વચ્ચે અવરજવર કરતી વિકાસ રૂટ એસટીની બસોને ફરીથી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. વકરેલા કોરોનાના કારણે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મોટાભાગની ટ્રિપો ખાલીખલ દોડી રહી છે. કોરોનાના સંક્રમણ વધતા મુસાફરો પણ બસમાં બેસવાનું ટાળી રહ્યા છે.

જેની સીધી અસર સંચાલન ઉપર જોવા મળી રહી છે. તાજેતરમાં જ 80 ટકા બસો ખાલીખમ દોડતાં એસટીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ગાંધીનગર (Gandhinagar) વચ્ચેના વિકાસ રૂટથી દરરોજ 5 લાખની આવસ સામે હાલ મુસાફરો ઘટતા માત્ર 1 લાખની રૂપિયા જ પ્રાપ્ત થઇ છે. 

તો બીજી તરફ પાડોશી રાજ્યોમાં લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવતાં તેની સીધી અસર એસટી સેવા પર પડી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જતી એસટી બસો બંધ કરવામાં આવી છે. ત્રણ રાજ્યોમાંથી તેમની સરકારી બસો પણ ગુજરાત આવતી નથી. પુરતા પેસેન્જર ન મળતાં અને ત્રણ રાજ્યોમાં લોકડાઉન હોવાથી રૂટ બંધ કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news