• CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ધ્વજારોહણ કરશે

  • રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરેડનું નિરીક્ષણ કરશે


ઝી મીડિયા/બ્યૂરો :દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. ભારત આજે પોતાનો 72મોં પ્રજાસત્તાક દિવસ (72nd republic day) મનાવી રહ્યું છે. ઠંડીની આ ઋતુમાં દિલ્હીના રાજપથ પર ફરી ઐતિહાસિક પરેડ નીકળશે. આજે દુનિયા ભારતની તાકાત જોતી રહેશે. આજની પરેડને અનેક રીતે ખાસ માનવામાં આવે છે. પહેલીવાર રાફેલ આ પરેડમાં પોતાની તાકાતનો અહેસાસ કરાવશે. તો આજે દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણી કરવામાં આવશે. ત્યારેજ દાહોદમાં રાજ્યકક્ષાના 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. દાહોદના નવજીવન કોલેજ મેદાન પર આનબાનશાનથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. CM રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજારોહણ કર્યું. રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં 750થી વધુ પોલીસકર્મીઓ પરેડમાં સામેલ થયા હતા. આ ઉપરાંત આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.



પોરબંદરમાં દર વર્ષની જેમ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કડકડતી ઠંડીમાં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે કરી મધદરિયે જઈને ધ્વજ ફરકાવ્યો હતો. ક્લબના યુવાનોએ મધદરિયે જઈને દેશની શાન એવા ત્રિરંગાને લહેરાવ્યો હતો. ધ્વજવંદન કરીને દેશનું માન વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પોરબંદરમાં આરીતે અનોખી ઉજવણી થાય છે.


Republic Day 2021 ) આપી હતી. એ બાદ બંને મહાનુભાવો પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પરેડ માર્ચ પાસ્ટ કરાઈ હતી. આ પરેડમાં કુલ ૧૨ પ્લાટુન ભાગ લઇ રહી છે. તેમાં ૭૫૦થી વધુ પોલીસના જવાનો સામેલ થશે. જેમાં વિવિધ જિલ્લાની મહિલા પોલીસની ટૂકડીઓ પણ છે. આ ઉપરાંત ચેતક કમાન્ડો, મરિન કમાન્ડો રાજ્યના પોલીસ દળ ( gujarat police ) ની શક્તિનું બતાવશે.



જ્યારે, ગુજરાત પોલીસ (26 January 2021)  ના માઉન્ટેડ પોલીસના અશ્વો ટેન્ટ પેગિંગ, શો જમ્પિંગ, સ્ટેન્ડિંગ સેલ્યુટિંગના કરતબો થશે. આ ઉપરાંત પોલીસના શ્વાનો દ્વારા પણ શો રજૂ કરવામાં આવશે. બાઇકર્સ દ્વારા સ્ટન્ટ કરાશે. આદિવાસી નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થશે.