ચેતન પટેલ/સુરતઃ રાજ્યભરમાં કોરોના વાયરસે કેર મચાવ્યો છે. આટલા દિવસ લૉકડાઉન રહેવા છતાં કેસ સતત વધી રહ્યાં છે. સુરત જિલ્લામાં આજે નવા 78 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 56 અને જિલ્લામાં 22 કેસ સામે આવ્યા છે. તો આજે વધુ બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2575 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 95 લોકોના મૃત્યુ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સુરત જિલ્લામાં કોરોના કેસની સ્થિતિ
સુરત જિલ્લામાં નવા 78 કેસની સાથે કુલ કેસોની સંખ્યા 2575 થઈ ગઈ છે. આજે વધુ બે મૃત્યુની સાથે મૃત્યુઆંક 95 પર પહોંચ્યો છે. આજે કોરોના વાયરસની સારવાર બાદ કુલ 63 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં 59 સિટી અને ગ્રામ્યમાં ચાર લોકોને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1653 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


ખાનગી હોસ્પિટલોને નીતિન પટેલની કડક શબ્દોમાં ચેતવણી, કોરોનાના દર્દી પાસેથી વધુ ચાર્જ વસૂલશો તો કડક પગલા લઈશું 


હીરા ઉદ્યોગના કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં
આજે નવા નોંધાયેલા કેસોમાં 11 હીરા કર્મચારી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. કતારગામમાં આ કેસ સામે આવ્યા છે. હવે હીરા ઉદ્યોગમાં પણ કોરોના પહોંચતા ચિંતામાં વધારો થયો છે. અહીં કેસ આવતા કમિશનરે આદેશ કર્યો છે કે, હીરા કારખાનામાં કેસ નોંધાશે તો કારનાનું બંધ કરવામાં આવશે. આ સાથે અન્ય કર્મચારીઓએ ક્વોરેન્ટીનમાં રહેવું પડશે. 


સુરત ગ્રામ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 200ને પાર
સુરત ગ્રામ્યમાં આજે નવા 22 કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 209 પર પહોંચી ગઈ છે. સુરત ગ્રામ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે કુલ બે લોકોના મૃત્યુ થયા છે. તો સારવાર બાદ 104 સંક્રમિતોને રજા આપવામાં આવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube