ઇડરમાં યુવતીની છેડતીને લઇ જૂથ અથડામણ, 8 લોકોની ધરપકડ
ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 14 સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.
સાબરકાંઠા: ઇડરમાં યુવતીની છેડતી કરવા બાબતે જૂથ અથડામણ સર્જાઇ હતી. જેમાં 4 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ ઇડર પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 14 સહિત 100ના ટોળા સામે ફરિયાદ નોંધી છે. ત્યારે આ ઘટનામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં વાંચો: સરકાર ખેડૂતોની મજાક કરી રહી છે અને વીમા કંપનીને ફાયદો કરાવી રહી છે: લલિત વસોયા
પ્રાપ્ત માહિત અનુસાર, ઇડરના પાંચ હાટડિયા વિસ્તારમાં આવેલી લિંબડીયા વાસમાં રહેતી એક યુવતીની છેડતી ભોઇવાડામાં રહેતા યુવકે કરી હતી. જે બાબતે ઠપકો આપતા મામલો બિચક્યો અને બે અલગ-અલગ જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષો સામ સામે પથ્થર મારો કર્યો હતો. જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
વધુમાં વાંચો: અમદાવાદ બાદ રાજકોટમાં! મહિલા એન્કર સાથે ભાજપના ધારાસભ્યએ કરી ગાળાગાળી
બંને પક્ષોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ઇડર પોલીસે હિંમતનગર એલસીબી તથા અન્ય સ્ટાફને મદદ માટે ઘટના સ્થળે બોલાવવા માટેની ફરજ પડી હતી. તે દરમિયાનમાં ટોળું વીખેરવા માટે પોલીસને બે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જોકે, મામલો સવારે શાંત પડતાં પોલીસે બંને પક્ષોના 14 સહિત 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જેમાં 8 જેટલા આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
જુઓ Live TV:-