દીકરીની સલામતી પર સવાલ... 3 દિવસમાં 8 બાળકી બની દુષ્કર્મ અને છેડતીનો શિકાર
અમદાવાદમાં દીકરીઓ નથી સલામત... દરરોજ એક દીકરી બને છે દુષ્કર્મ અને છેડતીનો શિકાર... અમદાવાદમાં 3 દિવસમાં 8 બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બરના એક માસમાં 31 દુષ્કર્મ અને 23 છેડતીના આકડાં નોંધાતા ફરી દીકરીની સલામતી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાં દીકરીઓ નથી સલામત... દરરોજ એક દીકરી બને છે દુષ્કર્મ અને છેડતીનો શિકાર... અમદાવાદમાં 3 દિવસમાં 8 બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાના કિસ્સા પોલીસ ચોપડે નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બરના એક માસમાં 31 દુષ્કર્મ અને 23 છેડતીના આકડાં નોંધાતા ફરી દીકરીની સલામતી પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો:- અમદાવાદના એક જાણીતા તબીબને ખંડણીનો ધમકી ભર્યો ફોન, પૈસા આપવાની ના પાડતા...
દીકરીની સલામતી પર સવાલ..
અમદાવાદમાં દુષ્કર્મ અને છેડતીના ચોંકાવનારા આંકડાને જોતા હવે દીકરીની સુરક્ષાના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે. દાણીલીમડા, પાલડી, આનંદનગર અને શહેરકોટડા વિસ્તારમાં નાની બાળકીઓ દુષ્કર્મ અને શારીરિક અડપલાનો ભોગ બની છે અને આરોપીઓ અન્ય કોઈ નહિ પણ પરિચિત જ હોવાનું પોલીસની મોટા ભાગની તપાસમાં સામે આવ્યું હોય છે.
આ પણ વાંચો:- જૂનાગઢમાં ડોક્ટરને મળી ધમકી, "50 લાખ રૂપિયા આપ નહીં તો હું જાનથી મારી નાખીશ"
- 10 ઓકટોબર- દાણીલીમડા પોલીસ સ્ટેશન- બે બાળકી હવસનો શિકાર... સાત વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ અને અન્ય બાળકી સાથે અડપલા કરનાર નરાધમ પકડાયો...
- 12 ઓકટોબર- પાલડી પોલીસ સ્ટેશન- શાંતિવનમાં આવેલા સત્વ ફ્લેટમાં સગીરા બની હવસનો શિકાર... 7 વર્ષની બાળકીને 17 વર્ષના સગીરે કર્યા જાહેરમાં અડપલાં... સગીરની અટકાયત...
- 13 ઓકટોબર- આનંદ નગર પોલીસ સ્ટેશન- 12 વર્ષની સગીરા પર 22 વર્ષના પાડોશી યુવકે આચર્યું દુષ્કર્મ... આરોપીની પોલીસે કરી ધરપકડ...
- 13 ઓકટોબર- શહેરકોટડા પોલીસ સ્ટેશન- 7 વર્ષની બાળકી અને અન્ય ત્રણ બાળકીઓ સાથે અડપલા... અડપલા કરનાર શખસ પોલીસ ગિરફતમાં...
- 13 ઓક્ટોબર- શહેરકોટડા દારૂ બાબતે થયેલ બબાલમાં સગીરાના કપડાં ફાડીને શારીરિક અડપલાં કર્યા... આરોપીની ધરપકડ...
આ પણ વાંચો:- સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ
અમદાવાદમાં આ તો 3 દિવસમાં 5 કેસની વાત થઈ... પરંતુ અમદાવાદમાં દરરોજ એક દીકરી દુષ્કર્મ અને છેડતીનો ભોગ બની રહી છે...
વર્ષ | દુષ્કર્મ | છેડતી |
2018 | 71 | 208 |
2019 | 88 | 193 |
2020 | 69 | 142 |
મહત્વનું છે કે 2020માં ફક્ત સપ્ટેમ્બર માસમાં જ 31 દુષ્કર્મ અને 23 છેડતીના ગુના નોંધાયા છે. આ આંકડાઓ જ મહિલાની સલામતીની પોલ ખોલે છે. અમદાવાદની આ 5 ઘટનાઓમાં આરોપીઓ તો ઝડપાઇ ગયા પરંતુ નિર્દોષ બાળકીઓના મનમાં ડર ફેલાવતા ગયા.
આ પણ વાંચો:- પોરબંદરના ખેડૂતનો આક્ષેપ, સરકાર માન્ય બિલ હોવા છતાં ડીલરે માગ્યા વધુ રૂપિયા
એક સમય હતો કે અમદાવાદમાં દીકરીઓ મોડી રાત સુધી બહાર ફરી શકતી હતી અને સલામતી અનુભવતી હતી. પરંતુ અમદાવાદના ચોંકાવનારા આંકડાઓ કહે છે કે હવે તો દીકરીઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube