Ahmedabad Corona Update: ગુજરાતમાં કોરોના વાયરસે પોતાની તાકાત દેખાડવાની શરૂઆત કરી દીધી છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. આ દર્દીઓની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોઈએ તો તેઓ દ્વારકા, કેરળ, રાજકોટ અને બેંગ્લોરથી પરત ફર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હ્રદયના પાટીયા બેસી જાય તેવા ચોંકાવનારા આંકડા; ગુજરાતમાં 2023માં 72,573 હાર્ટ કેસ


બીજી બાજુ અમદાવાદ શહેરમાં 3 મહિલાઓ અને 5 પુરુષો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. થલતેજ, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, વટવા, સરદારનગર અને ખાડીયા વિસ્તારના રહીશો સંક્રમિત થયા છે. આ સાથે જ હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 60 પર પહોંચી ગયો છે, જેમાંથી બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


આનંદો! ગૌણ સેવામાં 4300 જગ્યાઓ માટે ભરતી, 17 કેડર માટે જાહેરાત, કાલથી ફોર્મ ભરાશે


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થવાના કારણે કુલ 3590 લોકોના મોત થયા છે, જ્યારે અમદાવાદમાં કોરોનાના કુલ 395940 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ.ના તમામ અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપરાંત મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ ખાતે કોરોના સંદર્ભમાં રેપીડ એન્ટિજન અને આર.ટી.પી.સી.આર.ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બંને ટેસ્ટ મળીને રોજ 500 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.


કબૂતરબાજી કેસમાં વધુ એક નવો ખુલાસો; 5 રાજ્યો સુધી પથરાયેલા છે કૌભાંડના મૂળ