નવનીત દલવાડી/ભાવનગર :આજે ભાવનગર જિલ્લામાં 8 પોઝિટિવ તેમજ 1 કોરોના પોઝિટિવનું મોત થતા વિસ્ફોટ થયો છે. ભાવનગર જિલ્લામાં વધુ 8 કોરોના પોઝિટિવનો વધારો થયો છે. શહેર અને ગ્રામ્યમાં 8 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. આ સાથે કોરોના પોઝિટિવના 154 કેસ થયા છે. જ્યારે વધુ 1 નું મોત થતા મૃત્યુઆંક 11 થયો છે. પરંતુ 8 કેસના વધારા માટે અમદાવાદથી આવેલા દર્દીઓ જવાબદાર છે. 8 માંથી 5 દર્દી અમદાવાદથી ભાવનગર આવ્યા હતા. જેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરમાં આવ્યા એક સાથે 8 પોઝિટિવ કેસ આવ્યા છે, તો એક મોત છે. નવા કેસમાં નેહાબેન ચિરાગભાઈ ધંધુકિયા (ઉંમર 34 વર્ષ), ચિરાગ દિનેશભાઇ ધંધુકિયા (ઉંમર 43 વર્ષ), સ્વૈમ રવિન્દ્ર ઇન્દ્ર (ઉમર 15 વર્ષ), નેન્સી સંજય તમાઇચી (ઉંમર 10 વર્ષ) દર્દીઓ અમદાવાદથી ભાવનગર આવ્યા છે. આમ, ભાવનગરમાં કુલ 154 કેસ પર પહોંચી ગયું છે. તો 11 મોત નોંધાયા છે. સતાધાર પાર્ક 3માં રહેતા અને માણાવદર તાલુકા નજીક બૂરુંથી આવેલા 30 વર્ષના રોહિત ધનજીભાઈ પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલ 2 લોકોને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તથા  સતાધાર પાર્ક 3ના 9 ઘરને કન્ટેઇનમેન્ટ કર્યા છે. જેમાં 35 સભ્યો રહે છે.


તો બીજી તરફ, રાજકોટ શહેરમાં આજે વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રૈયારોડ, મવડી, રેલનગર અને 80 ફૂટ વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ 92 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર