જયેશ જોશી/નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. આજે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પ્રવાસીઓ SOUની મુલાકાતે આવ્યા છે. જી હા.. આજે એક જ દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 80,000 લોકોએ મુલાકાત કરી છે. શનિ અને રવિવારના દિવસોમાં 1.20 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. હાલ ક્રિસમીસની રજાઓ ચાલી રહી છે. ત્યારે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને SOU પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ફરી પાટીદારો શું કરશે? કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી અમે..


હવે આવતી કાલે સોમવારે પણ sou પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે સોમવારે મેન્ટેનશ માટે SOU બંધ રાખવામાં આવે છે. પરંતુ નાતાલને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. કાલે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાની શક્યતાને લઈ ગુજરાત એસટી બસો પણ મુકાવામાં આવી છે.


સંભાળીને વાહન હંકારજો! મહેસાણા-પાલનપુર હાઇ-વે પર આ ભૂલ કરી તો ઘરે આવશે 2000નો મેમો


મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રજા
લોકલાગણીને ધ્યાને રાખીને નાતાલ પર્વ નિમિત્તે 25 ડિસેમ્બર, સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે. 26 ડિસેમ્બર, મંગળવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ રજા રહેશે. નાતાલ પર્વ સોમવારે હોવાથી પર્યટકોને શનિ, રવિ અને સોમવાર એમ 3 દિવસનું વિકેન્ડ મળતું હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટો, નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.


ગુજરાત કોંગ્રેસના વધુ એક મોટા નેતાને BJPમાં લાવવા તખ્તો તૈયાર, કરી શકે છે કેસરિયા!


ઉલ્લેખનીય છે કે નાતાલની ઉજવણી કરવા માટે ગોવા, દમણ, મુંબઈ જેવા શહેરોમાં જતા હોય છે. પણ આ વર્ષે પ્રવાસીઓએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની પ્રતિમા જોવા માટે અને ઇતિહાસની માહિતી મળી રહે તે હેતુથી પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગી કરી છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.


વિદ્યાર્થીઓ હોય તો આવા! ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ IIT બોમ્બેને દાનમાં આપ્યા 57 કરોડ રૂપિ