રાજકોટમાં પાટીદારો આકરા પાણીએ! કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી એકવાર અમે...'

મોરબી ટોલનાકા કાંડમાં પુત્રની સંડોવણી બાદ જેરામ પટેલનું ઉમિયાધામ સંસ્થામાંથી પ્રમુખ પદ જવાનું નક્કી. રાજકોટની બેઠકમાં પાટીદારોએ કહ્યુ- જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો અમે ઉપવાસ પર બેસીશું.

રાજકોટમાં પાટીદારો આકરા પાણીએ! કહ્યું; 'જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો ફરી એકવાર અમે...'

ઝી બ્યુરો/રાજકોટ: મોરબી નકલી ટોલનાકા કાંડમાં પાટીદારોની ધાર્મિક સંસ્થા સિદરસ ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલના પુત્રનું નામ સામે આવ્યું છે. જેના કારણે હવે કડવા પાટીદાર સમાજમાં જેરામ પટેલના રાજીનામાની માંગ ઉઠી છે. એક વ્યક્તિના કારણે આખો સમાજ બદનામ થતો હોવાના કારણે, પાટીદારો જેરામ પટેલનું રાજીનામું લેવા માટે મક્કમ છે. 

જેરામ પટેલના રાજીનામું આપે તેવી માંગ સાથે રાજકોટમાં કડવા પાટીદારોના અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. જો કે વધુ એક બેઠક હજુ ઉમિયા ધામ સિદસર ખાતે આગામી 6 જાન્યુઆરીએ યોજાશે. આ મિટિંગમાં જો જેરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો પછી પાટીદાર યુવાનો વિરોધનો નિર્ણય કરશે. 

આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકાએ મીટીંગ યોજવામાં આવશે. સાથે જ જેરામ પટેલના રાજીનામાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવશે. આટલું થયા બાદ પણ જો જેરામ પટેલ રાજીનામું નહીં આપે તો 108 પાટીદાર આગેવાનો ઉપવાસ આંદોલન કરશે. આ સાથે જ સિદસર ઉમિયાધામ પ્રમુખ તરીકેના જેરામ પટેલના કાર્યકાળના 13 વર્ષનો હિસાબ ચેરિટી કમિશનર તરીકે માંગવામાં આવે છે. 

SPGના અધ્યક્ષ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન
કડવા પાટીદારોની મોટી ધાર્મિક સંસ્થા સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલના રાજીનામાની કેટલાક પાટીદારો માંગણી કરી રહ્યા છે. બીજી તરફ સરદાર પટેલ સેવાદળ એટલે કે SPGના અધ્યક્ષ લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કર્યું છે. રાજકોટમાં SPGના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને પત્ર આપી લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી. પ્રેમ લગ્નના કિસ્સામાં માતા-પિતાની મંજૂરી લેવાની માંગ કરાઈ. આ સાથે કાર્યક્રમમાં લાલજી પટેલે જેરામ પટેલનું સમર્થન કરતા કહ્યું કે, જેરામ બાપ્પાના દીકરાએ ભૂલ કરી છે, દીકરાની ભૂલની સજા બાપા શું કામ ભોગવે? 

લાલજી પટેલે કહ્યું કે, SPG જેરામ બાપાની સાથે છે. તેમના રાજીનામાની કોઈ વાત જ નથી. સમાજના 25થી 50 લોકો વિરોધ કરે એટલે રાજીનામું ન આપવાનું હોય. જેરામ બાપાએ અનેક સારા કામો કર્યા છે. આપને જણાવી દઈએ કે જેરામ પટેલ કડવા પાટીદાર છે અને લાલજી પટેલ પણ કડવા પાટીદાર છે. કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર સિદસરમાં આવેલું છે અને આ જ મંદિરના જેરામ પટેલ પ્રમુખ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news