અમદાવાદ : હરિદ્વારા યાત્રાએ ગયેલા 800થી વધારે ગુજરાતી યાત્રાઉઓ લોકડાનના કારણે હરિદ્વારમાં ફસાઇ ગયા હતા. જ્યારે લોકડાઉનનાં કારણે તમામ ન માત્ર મુસાફરીનાં સાધનો પરંતુ હોટલ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયેલી હોટલ્સના કારણે ગુજરાતીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જેના કારણે વારંવાર રજુઆતો બાદ ગુજરાત સરકારે શુક્રવારે 25 વોલ્વો બસમાં તેમના ગુજરાત પરવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના પગલે પરિવારના લોકોને હાશકારો થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: PM મોદીની જનતા પાસે સહયોગની અપીલ, જાહેર કર્યો પીએમ કેર ફંડનો એકાઉન્ટ નંબર
સ્થિતી એટલી ખરાબ હતી કે કેટલાક યાત્રાળુઓ પાસે જમવાના પૈસા પણ નહોતા. હોટલ માલિકો ઉઘરાણી કરતા હતા ત્યારે ઉતરાખંડ સરકારે બિલ લેવાની મનાઇ કરી દીધી હતી. મુળ જામખંભાળીયાનાં રહેવાસીઓ હરિદ્વારમાં ભોજનાલય ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું કે, અમે શટડાઉનના કારણે ફસાયા હતા. 800થી વધારે યાત્રાળુઓ ફસાયા હતા. મોટા ભાગના યાત્રાળુઓની રિટર્ન ટિકિટ 23 અને 24 તારીખની હતી. જો કે લોકડાઉનનાં કારણે તમામ ટ્રેન રદ્દ થઇ ગઇ હતી. રોડ ટ્રાન્સપોર્ટ પણ બંધ થઇ ગયો હતો.


નોઇડામાં સામે આવ્યા COVID-19ના 5 નવા કેસ, યુપીમાં Corona દર્દીઓની સંખ્યા 56 પહોંચી
યાત્રાળુઓ ફસાયા હતા ધીરે ધીરે ધીરે તેમની પાસેના નાણા ખુટવા લાગ્યા હતા. કલેક્ટરને વારંવાર રજુઆતો બાદ આખરે કલેક્ટર દ્વારા તમામ યાત્રાળુઓને જવા માટેની વ્યવસ્થા કરાવી હતી. યાત્રાળુઓને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ ખાતે ઉતારી દેવામાં આવશે અને તમામ બસો પરત ફરી જશે. તમામ યાત્રાળુઓએ ઉતરાખંડ સરકારનો આભાર માન્યો હતો. ઉપરાંત તેમણે ગુજરાત સરકારનો ખુબ જ આભાર માન્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube