ચેતન પટેલ/સુરતઃ સુરત જિલ્લામાં કોરોના વાયરસનો કેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 82 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 71 અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1903 પર પહોંચી ગઈ છે. તો બે દર્દીઓના મૃત્યુ પણ થયા છે. નવા કેસની સાથે સુરત શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1767 અને ગ્રામ્યમાં 136 પર પહોંચી ગઈ છે. તો લાજપોર જેલના એક કેદીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં આજે બે વ્યક્તિઓના મૃત્યુ
સુરતમાં કોરોના વાયરસને કારણે વધુ બે વ્યક્તિના મૃત્યુ થયા છે. કતાર ગામ અને ઉધના વિસ્તારના એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. આ સાથે સુરત જિલ્લામાં કુલ મૃત્યુઆંક 78 પર પહોંચી ગયો છે. સુરત ગ્રામ્યમાં આજે નવા 11 કેસ નોંધાયા છે તો કુલ ત્રણ લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. આમ ગ્રામ્યમાં અત્યાર સુધી 91 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. 


રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર બન્યા કોરોના વાયરસનો શિકાર


લાજપોર જેલમાં પહોંચ્યો કોરોના
સુરત શહેરની લાજપોર જેલમાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. અહીં એક 47 વર્ષીય કેદી ચેતન શુખલાલ ખલાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતમાં આજે નવા 71 કેસ નોંધાયા છે. જેમાં લીંબાયત વિસ્તારમાં 17, કતારગામમાં 17 અને ઉંધનામાં 16 કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1767 પર પહોંચી છે. આજે કુલ 48 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર