• ‘અનીતિનું કદી ટકતું નથી અને નીતિનું કદી ઘટતું નથી’ આ ઉક્તિને સાર્થક કરતાં હાલમાં ભાર્ગવભાઈ પટેલે તેમના ખાતામાં આવેલા 87 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવાનો નિર્ણય કર્યો


હિમાંશુ ભટ્ટ/મોરબી :વર્તમાન સમયમાં લોકો પાઇ પાઇ ભેગી કરે છે તો પણ લખપતિ બની શકતા નથી. જો કે, મોરબીમાં રહેતો એક યુવાન રાતોરાત લખપતિ બની ગયો છે. આ વાતને સાંભળીને જરાપણ ચોંકી જવાની જરૂર નથી. કેમકે, મોરબીમાં કંપની સેક્રેટરી તરીકે પેઢી ધરાવતા યુવાનના ખાતામાં અચાનક જ એકી સાથે 87 લાખ રૂપિયા આવી ગયા હતા. જો કે, યુવાનને તેની જાણ થતાં તેણે તાત્કાલિક બેંકને જાણ કરીને જે વ્યક્તિના રૂપિયા જમા થયેલા છે, તેને પરત આપવાની તૈયારી બતાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સુરતના યુવાનને અડધી રાત્રે વાસનાનો ખેલ ભારે પડ્યો, ગુપ્ત ભાગમાં ફસાયો ચમચો 


ઘણી વખત લોકો તકનો લાભ લઈને બીજા રૂપિયા યેનકેન પ્રકારે મેળવી લેતા હોય છે. જો કે, મોરબી શહેરના શનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય પાસે આવેલા અક્ષર ટાવરમાં પટેલ ફેફેર એન્ડ એસોસિએટ નામની પેઢીમાં કંપની સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ભાર્ગવભાઈ પટેલ તેમની ઓફિસે બેઠા હતા, ત્યારે તેમના મોબાઈલ ફોન ઉપર તેમના આઈડીબીઆઈ બેંકમાંથી એક મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે તેમના એકાઉન્ટમાં ૮૭,૧૩,૫૦૪ રૂપિયા આરટીજીએસથી જમા કરાવવામાં આવ્યા છે. જેથી તેઓ વિચારમાં પડી ગયા હતા. કેમ કે, આટલી મોટી રકમ તેમણે કોઇની પાસેથી લેવાની હતી નથી, તો રૂપિયા આવ્યા કયાથી તે પશ્ન ઉભો થયો. 


આ પણ વાંચો : વેક્સીન અંગે ગુજરાતની જનતાને ખાતરી આપતા CM રૂપાણીએ મોટી જાહેરાત કરી કે....  


સિરામિક સિટી તરીકે દેશ અને વિદેશમાં જાણીતા બનેલા મોરબી શહેરમાં દરરોજ લાખોનું નહિ પરંતુ કરોડો રૂપિયાનો વહેવાર થતો હોય છે. લોકોના બેંક એકાઉન્ટ કે પછી આંગડિયા મારફતે રૂપિયાનો વહેવાર કરાય છે. જોકે, ભાર્ગવભાઈ પટેલના ખાતામાં 87 લાખ જેટલી મોટી રકમ અચાનક જ જમા થઈ જતા તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પંરતુ માતા પિતા અને સ્વાધ્યાય પરિવારના સંસ્કારોને ધ્યાનમાં રાખીને તેઓએ બીજાના રૂપિયા લેવા નહિ તેવુ નક્કી કર્યું. તેમણે તરત જ બેંકનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓના ખાતામાં બીજાની મોટી રકમ જમા થઈ ગઈ છે. જેથી જે વ્યક્તિએ રકમ જમા કરવી છે તેની તપાસ કરીને ભૂલથી તેના ખાતામાં રૂપિયા જમા થયા છે તે જેમના પણ હોય તેને પરત આપી દેવાના છે. 


આ પણ વાંચો : બપોરે ભરતસિંહ સોલંકી અમેરિકાથી આવશે, ત્યાર બાદ સાંજે માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર કરાશે 


‘અનીતિનું કદી ટકતું નથી અને નીતિનું કદી ઘટતું નથી’ આ ઉક્તિને સાર્થક કરતાં હાલમાં ભાર્ગવભાઈ પટેલે તેમના ખાતામાં આવેલા 87 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરવાનો નિર્ણય કર્યો. જો કે, રૂપિયા જમા કરાવનાર વ્યક્તિ મોરબીની જ છે, જેથી કરીને બેંક દ્વારા કોણે ભાર્ગવભાઈના ખાતામાં રૂપિયા નાંખ્યા છે, તે અંગેની ખરાઈ કરી લેવામાં આવે ત્યાર બાદ આ રકમ જેમની છે તેમને ભાર્ગવભાઈ ટ્રાન્સફર કરીને પરત કરી આપવાના છે.