હું ખાતરી આપું છું કે ગુજરાતમાં તમામને કોરોના વેક્સીન મળશે : CM રૂપાણી 

હું ખાતરી આપું છું કે ગુજરાતમાં તમામને કોરોના વેક્સીન મળશે : CM રૂપાણી 
  • કેન્દ્ર સરકારની વેક્સીનને લઈને જાહેરાત માટે ગુજરાત સજ્જ
  • તમામને વેક્સીન મળશે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાત કરી 

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દેશમાં 16મી જાન્યુઆરીથી વેક્સીન (vaccine) આપવાની જાહેરાત કરાઈ છે. ત્યારે આ માટે ગુજરાત સંપૂર્ણ રીતે સજ્જ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ ગુજરાતની જનતાને કહ્યું કે, ગુજરાતમાં પ્રાયોરિટી મુજબ દરેકને વેક્સીન મળશે. ગુજરાતમાં વેક્સીનેશનની પ્રોસેસ માટે ગુજરાત તૈયાર છે. અફવા ફેલાવનારાઓ પર ધ્યાન ન આપવું. હું તમામને ખાતરી આપું છું કે, તમામને રસી મળશે. ગુજરાતમાં સૌથી પહેલા ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સીન આપવામાં આવશે. 

તેમણે કહ્યું કે, નવા વર્ષને નવી આશા સાથે જોઈ રહ્યાં છે. વેક્સીનની આતુરતાનો અંત આવ્યો છે. આત્મનિર્ભર ભારતના સાકાર કરતી બંને વેક્સીન મેડ ઈન ઈન્ડિયા છે. સમગ્ર ગુજરાતમાં ડેટાબેઝ તૈયાર કરવાનું કામ પૂરુ કર્યું છે. ગુજરાતમાં 4 લાખથી હેલ્થ વ્રક્સ અને 6 લાખથી વધુ ફ્રન્ટ લાઈન વર્કર્સ છે. જેઓ કોવિડની ડાયરેક્ટ ડ્યુટીમાં ફરજ બજાવે છે. કુલ મળીને 11 લાખથી વધુ કર્મચારીઓને કોવિડ વેક્સીનનો પહેલા લાભ મળશે. હાઉસ ટુ હાઉસ સરવે પૂરો થયો છે. 50 વર્ષથી ઉપરના 1 કરોડ 5 લાખ લોકો છે. તેનાથી નાના 2 લાખ 75 હજાર લોકો ગંભીર બીમારીથી પીડાય છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી મળીને 6 સ્થાનો પર વેક્સીન ડ્રાય રન સફળતાપૂર્વ કરાઈ છે. 16 હજાર વર્કર્સને વેક્સીનેટર તરીકે તૈયાર કરાશે. વેક્સીન સેન્ટર પર ત્રણ રૂમ તૈયાર કરાશે. જેમાં વેઈટિંગ રૂમ, વેક્સીન રૂમ તથા ઓર્બઝવેશન રૂમ પણ તૈયાર કરાશે. જેથી કોઈ આડઅસર દેખાશે તો તેને તાત્કાલિક ઓર્બ્ઝવેશન રૂમમાં સારવાર અપાશે.

વધુમાં તેમણે કહ્યું, જે સાધનોનો ઉપયોગ કરાએશ તેનું ઓડિટિંગ પૂરુ કરાયું છે. ભારત દુનિયાનું સૌથી વધુ વલેક્સીનેશન કરવા જઈ રહ્યું છે. તેના માટે ગુજરાત તમામ રીતે સજ્જ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news