89 વર્ષના પતિની સેક્સ ડિમાન્ડથી કંટાળી પત્ની, પછી કર્યું કંઇક એવું કે વૃદ્ધ આજીવન નહીં ભૂલી શકે
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બંને વચ્ચે સંબંધ સારો હતો, પરંતુ બીમાર પડ્યા બાદ તે પથારીમાં જ રહે છે. વૃદ્ધ મહિલા હવે પુત્રવધૂ અને પુત્રની મદદ વગર ચાલી પણ શકતી નથી
વડોદરા: રાજ્યના વડોદરામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં 87 વર્ષની એક વૃદ્ધ મહિલાએ પોલીસને પતિની ફરિયાદ કરી છે. વૃદ્ધાનું કહેવું છે કે, તે પતિની સેક્સ ડિમાન્ડથી કંટાળી ગઈ છે. મહિલાઓની મદદ માટે જાહેર કરાયેલી હેલ્પલાઈન 81 અભ્યમ પર કોલ કરી વૃદ્ધાએ મદદ માંગી હતી.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, અભ્યમ અધિકારીએ જણાવ્યું કે, 89 વર્ષીય પતિ વારંવાર સેક્સની ડિમાન્ડ કરે છે. તે બીમાર રહે છે અને તેની ડિમાન્ડ પૂરી કરી શકતી નથી. પરંતુ તે તેના માટે સતત દબાણ કરે છે.
આ પણ વાંચો:- રીક્ષાવાળાએ પૂછ્યું 'મારા ઘરે જમવા આવશો?' તો કેજરીવાલે આપ્યો દિલ જીતી લે તેવો જવાબ
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બંને વચ્ચે સંબંધ સારો હતો, પરંતુ બીમાર પડ્યા બાદ તે પથારીમાં જ રહે છે. વૃદ્ધ મહિલા હવે પુત્રવધૂ અને પુત્રની મદદ વગર ચાલી પણ શકતી નથી. અભ્યમ અધિકારીએ કહ્યું કે, પતિ પત્નીની પરિસ્થિતિથી પરિચિત હતો, પરંતુ તેમ છતાં સેક્સની ડિમાન્ડ કરતો હતો. ના પાડવા પર તે બૂમાબૂમ કરતો હતો અને ઝગડો કરતો હતો. પતિ એટલી જોરથી બૂમાબૂમ કરતો હતો કે આસપાસના પાડોશીઓને પણ ખબર પડી જતી હતી.
આ પણ વાંચો:- ગુજરાતમાં ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા મચાવશે તાંડવ, 3 દિવસ અતિભારે વરસાદની આગાહી
કંટાળીને વૃદ્ધ મહિલાએ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો અને હેલ્પલાઈન પર કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી. અભ્યમની એક ટીમ તેમના ઘરે પહોંચી અને વૃદ્ધ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો. અધિકારીઓએ વૃદ્ધ પતિને યોગા કરવાની સલાહ આપી અને વરિષ્ઠ નાગરિકોનું ક્લબ જોઈન કરવા પણ કહ્યું જેથી તે સેક્સ તરફથી પોતાનું ધ્યાન હટાવી શકે. પતિવારના લોકોને કહ્યું કે, તેઓ વૃદ્ધને ડોક્ટર પાસે પણ લઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube