રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતના ચાર હોટસ્પોટ શહેરોમાં રાજકોટનું નામ પણ સામેલ છે. રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કોરોનો (Coronavirus) નો કૂવો બની ગયો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી જ કોરોનાના 45દર્દીઓ નોંધાયા છે. આજે રાજકોટમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સમરસ હોસ્ટેલમાં ફેસિલિટી ક્વોરેન્ટાઈન કરવાંમાં આવેલ 7 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દી જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. રાજકોટ (Rajkot) માં કોરોના પોઝિટિવ દર્દીઓનોઆંકડો હવે 56 પર પહોંચ્યો છે. 


રૂપાણી સરકારે લોકડાઉનમાં ખેડૂતોને આપી મોટી છૂટ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં કુલ 56 કેસ પૈકીના 45 દર્દી જંગલેશ્વર વિસ્તારના રહેવાસી છે. હાલ રાજકોટમાંથી કુલ 15 દર્દી રિકવર થયા છે અને 41 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં આજે આવેલા નવા કેસોમાં એક જ પરિવારના 3 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ પરિવારનો પુત્ર, તેના પિતા અને બાળકની દાદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


દુનિયાના મોટા શહેરો કરતા અમદાવાદમાં વધુ ટેસ્ટિંગ કર્યાંનો AMCના કમિશનરનો દાવો  


સ્વાસ્થય મંત્રીએ આપ્યા રાહતના સમાચાર, 80 જિલ્લામાં કોરોના પર લાગી બ્રેક


એક જ પરિવારના 3 સભ્યોને કોરોના
રાજકોટ 16 વર્ષીય સગીરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા સગીરના પિતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગઇકાલે સાંજે સગીરના દાદીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજ રોજ સગીરનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક જ પરિવારના 3 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ પરિવાર રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી છે. સગીરના પિતાને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પરિવારને ફેસિલિટી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. ફેસિલિટી ક્વોરેન્ટાઈનમાં સમરસ હોસ્ટેલ ખાતે મેડિકલ ચેકઅપ કરતા આ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર