સત્યમ હંસોરા, રાજકોટ: રાજકોટ જિલ્લામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની 98 મી જન્મજયંતિની ઉજવણી ચાલી રહી છે. ત્યારે ઉજવણીના 11માં દિવસે દિક્ષા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિક્ષા મહોત્સવમાં 35 નવયુવાનોએ દિક્ષા ગ્રહણ કરી હતી. જેમાં 9 NRI યુવકોએ દિક્ષા ગ્રહણ કરી હતી. દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા પણ હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: દુનિયાભરમાંથી ૫૦૦થી વધુ ડોક્ટરો અમદાવાદમાં ઉમટશે, કરશે લાઈવ શસ્ત્રક્રિયા


પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની 98મી જન્મ જયંતીની રાજકોટમાં ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ રૂપે મોરબી હાઈવે પર 500 એકર જગ્યા પર વિરાટ સ્વામીનારાયણ નગર ઉભું કરવામાં આવ્યું છે. 11 દિવસની આ ઉજવણીનો આજે નવમો દિવસ હતો અને આજે દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


[[{"fid":"194589","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમમાં 35 જેટલા નવયુવાનોએ દિક્ષા લીધી હતી. જેમાં 9 જેટલા નવ યુવાનો વિદેશથી હતા. પૂજ્ય મહંત સ્વામી ના હસ્તે આ નવ યુવાનોએ દિક્ષા લીધી હતી. રાજકોટના આંગણે 20 વર્ષ બાદ આજે મહંત સ્વામીના હસ્તે આ દિક્ષા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.


વધુમાં વાંચો: અમદાવાદમાં લોહીલુહાણ હાલતમાં મળ્યો યુવાન, હત્યાનું કારણ અકબંધ


આજથી 20 વર્ષ પેહલા રાજકોટમાં પૂજ્ય પ્રમુખ સ્વામીના હસ્તે 43 નવયુવાનોએ દિક્ષા લીધી હતી. આજે યોજાયેલ દિક્ષા મહોત્સવમાં દિક્ષા લેનાર યુવાનોના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભાવિકો હાજર રહ્યા હતા. તેમજ બોલીવુડના જાણીતા અભિનેતા ટીકુ તલસાણીયા પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...