અલ્કેશ રાવ/પાલનપુર : બનાસડેરી ઉમેદવારી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો હતો. ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હોઈ બનાસડેરીના વાઇસ ચેરમેન માવજી દેસાઈ સહિત બે દિવસમાં કુલ 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે અનેક જગ્યાએ ફોર્મ ન ભરતા શંકર ચોધરીના પેનલના કેટલાક ઉમેદવારો બિનહરીફ થયા હતા જેને લઈને બનાસડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીબેનના સ્વાગતમાં ભુલાયા નિયમો, ભાજપના કાર્યકરોએ કોરોનાના તમામ નિયમોના ધજાગરા ઉડાવ્યા


એશિયાની સૌથી મોટી અને વર્ષે 12 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી એશિયાની સૌથી મોટી બનાસડેરીની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હોઇ બનાસડેરીના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાનું ઉમેદવારી પત્ર ડીસા ખાતે ભર્યું હતું. જ્યાં તેમની સાથે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા ભાજપના પ્રમુખ કેસાજી ચૌહાણ સહિત અનેક સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. જોકે ફોર્મ ભર્યા બાદ માવજીભાઈએ કહ્યું હતું કે, મેં આજે મારુ ફોર્મ ભર્યું છે. જોકે વિરોધી પેનલ બનાવવા માટેના સવાલનો માવજીભાઈએ કોઈ જ જવાબ આપ્યો નહતો. જોકે માવજીભાઈ દેસાઈની સાથે ફોર્મ ભરવા આવેલા બનાસકાંઠાના સંસદ પરબતભાઇ પટેલે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે કોઈ જ પેનલ બનાવવાની વાત જ નથી. ફોર્મ ભરવાની મુદત પુરી થયા બાદ અમે તમામ લોકો સાથે બેસીને કોઈ જ વિવાદ ન થાય તે દિશામાં પ્રયત્ન કરીશું.


મહેસાણા બેંકનો કર્મચારી બેંક પર આરોપ લગાવી ગુમ, સામે આવ્યું ધિરાણ કૌભાંડ
આજે બનાસડેરીની ચૂંટણી લઈને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. બનાસડેરીના ચૂંટણીમાં કુલ 37 ફોર્મ ભરાયા છે. જેમાં 16 બેઠકો ધરાવતી આ ચૂંટણીમાં નવ બેઠકો બિનહરિફ થઈ છે. જ્યારે સાત બેઠકો પર ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ નિર્ણય થશે. આજે ચૂંટણી ફોર્મ ભરવાની અંતિમ તારીખના અંતે 37 ફોર્મ રજૂ થયા હતા. જ્યારે રાધનપુર દાંતીવાડા લાખણી સુઇગામ અમીરગઢ દાંતા વાવ ધાનેરા સાંતલપુર બેઠકો બિનહરીફ થઈ છે. આ બેઠકો પર કોઈ હરીફ ઉમેદવાર મળ્યો જ નહીં. જેથી બનાસડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે કે, ફરી એક વાત બનાસડેરીના સત્તાના સુકાન બહુમતીથી શંકરભાઈ ચૌધરી સત્તા સ્થાને આવશે. આગામી સમયમાં બનાસડેરીની બાકી રહેલી બેઠકો પર ચૂંટણી થશે કે કેમ તેને લઈને પણ અસમંજસ છે.


સુરત: મામાના દિકરાએ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું, પરિવાર રસ્તા પર ઉતર્યો


એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના ચૂંટણી જંગમાં ફરી એકવાર શંકર ચૌધરીનો દબદબો સાબિત થયો છે. 16 બેઠકોની ચૂંટણીને લઈને ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લા દિવસે નવ બેઠકો બિનહરિફ થઈ છે. નવ બેઠકો બિનહરીફ હતા. શંકર ચૌધરી ફરી એકવાર બનાસ ડેરીના ચેરમેન બનીને બનાસડેરીની સત્તા ઉપર આરૂઢ થશે તે નક્કી થઈ જતા શંકર ચૌધરીએ કહ્યું હતું કે 9 બેઠકો ઉપર કોઈ જ ઉમેદવાર પશુપાલકોએ ન ઉભો ન રાખ્યો. અમે પશુપાલકો માટે અનેક કામો કર્યા છે અને તેમના હીત માટે અનેક પ્રોજેક્ટ મૂકીને તેમને ફાયદો થાય તેવા કામ કરી બનાસડેરીનું ટર્ન ઓવર આગામી સમયમાં 2500 કરોડ સુધી પોહચાડીશું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube