સૌથી ડેન્જરસ એવા હરામીનાળા પાસેથી 9 પાકિસ્તાની બોટ મળી, BSF નુ મોટુ સર્ચ ઓપરેશન
કચ્છ હરામીનાળા બોર્ડર પર BSF એ મોટી કાર્યવાહી કરીને 9 પાકિસ્તાની બોટ પકડી પાડી છે. કચ્છના હરામીનાળામાં BSF એ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. હરામીનાળઆ પાસે એકસાથે નવ પાકિસ્તાની બોટ મળી આવતા BSF સતર્ક બન્યુ છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. તપાસ બાદ બહાર આવશે વધુ વિગતો--
અજય શીલુ/પોરબંદર :કચ્છ હરામીનાળા બોર્ડર પર BSF એ મોટી કાર્યવાહી કરીને 9 પાકિસ્તાની બોટ પકડી પાડી છે. કચ્છના હરામીનાળામાં BSF એ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. હરામીનાળઆ પાસે એકસાથે નવ પાકિસ્તાની બોટ મળી આવતા BSF સતર્ક બન્યુ છે. સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે. તપાસ બાદ બહાર આવશે વધુ વિગતો--
પાકિસ્તાની એજન્સીઓ ભારતીય સરહદ પાસે વધુ સતર્ક બની છે. છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાન મરીને IMBL નજીકથી 10 બોટ સહિત 60 માછીમારોનું અપહરણ કર્યું હોવાના હતા અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાન મરીને માત્ર 6 ફિશિંગ બોટ અને 36 માછીમારોને જ ઝડપ્યા હોવાની વાત સ્વીકારી છે. તમામ 36 માછીમારોને 6 બોટ સહિત કરાંચી પૂછપરછ માટે લઈ ગયા હોવાની પાક મરીને પુષ્ટિ કરી છે. જોકે, અન્ય ચાર બોટ અને 24 માછીમારો ક્યા ગયા તે સૌથી મોટો સવાલ છે. વારંવાર થતા અપહરણોથી માછીમારોના પરિવારમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે. સરકારને પગલા લેવા માછીમારોના પરિવારોએ અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : Lesbian Couple : બે બહેનપણીઓ વચ્ચે બંધાયો પ્રેમ, એક ભારતની તો બીજી પાકિસ્તાનની...
ગુજરાતને કુદરતી રીતે મળેલા 1600 કિલોમીટર વિશાળ દરિયા કિનારાના અનેક ફાયદાઓ છે તેની સામે અનેક ખતરાઓ પણ રહેલા હાલમાં જે રીતે ડ્રગ્સ માફીયાઓ ગુજરાતના દરિયાઈ વિસ્તારનો દૂર ઉપયોગ કરી રહ્યા છે અને ભૂતકાળમાં મુંબઈના 26/11 જેવી ઘટનાઓમાં પણ પોરબંદરના કુબેર બોટનો આતંકીઓ દ્વારા કરાયેલ ઉપયોગની ઘટનાથી સૌ કોઈ માહિતગાર છે. આમ છતા દરિયામાં માછીમારી માટે જતી બોટના ડોક્યુમેન્ટને લઈને જરુરી સતર્કતા રાખવી જોઈએ. તે ન રહેતી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે.