ગાંધીનગરઃ અગામી બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ખાડીમાં ઉદભવેલા વેલ માર્ક લો પ્રેશર અને સાયક્લોનિક સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને અગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. પરંતુ સાથે એમ પણ કહ્યું છે કે, રાજ્યમાં આઠ ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું થશે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે હળવાથી સામાન્ય વરસાદ વરસી શકે છે. ગઇ કાલે વરસેલા વરસાદે રાજ્યનાં વરસાદની બે ટકા ઘટ પૂરી છે, જેથી રાજ્યનો અત્યાર સુધી કુલ વરસાદ 45 ટકા નોંધાયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં 9 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં એનડીઆરએફની 9 ટીમ તૈનાત
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી બાદ રાજ્ય સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. જો ભારે વરસાદ પડે અને કોઈ મુશ્કેલી ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. કુલ 9 ટીમને જુદા-જુદા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. જેમાં 3 ટીમોને સાઉથ ગુજરાત, 5 ટીમોને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. તો 1 ટીમને તકેદારીના ભાગ રૂપે ગાંધીનગરમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 


રાજ્યમાં વરસાદી માહોલ, અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદ


બંગાળની ખાડીમાં લો પ્રેશર
બંગાળની ખાડીમાં ઉભુ થયેલું લો પ્રેશર તેમજ સાઉથ ગુજરાત રીજીયન અને ઉત્તર અરબી સમુદ્ર નજીક બનેલ સાયકલોનીક સકર્યુલેશનના પ્રભાવે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં સારો વરસાદ થવાની શકયતા છે. 7 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, મોરબી અને દેવભૂમિ દ્વારકા તથા કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે તમામ વિભાગોને એલર્ટ રહેવા તથા જરૂરી આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનર હર્ષદ પટેલ દ્વારા સૂચના અપાઈ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube