ચેતન પટેલ, સુરત: સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 4 દિવસ અગાઉ અપહરણ થયેલી બાળકી સચિન જીઆઇડીસીમાંથી મળી આવતા પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાળકીનું અપહરણ કર્યા બાદ તેને આણંદ લઇ ગયા હોવાની વાસ ચાલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, ડીસામાં ઠંડીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો


સુરતના ઉન પાટિયા વિસ્તારમાં 4 ફેબ્રુઆરીના રોજ 9 વર્ષની બાળકી તેના ઘર પાસે રમી રહી હતી. તે દરમિયાન અજાણ્યા શખ્સ દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં તેની શોધખોળ હાથધરી હતી. જો કે, તેણીનો ક્યાંય પત્તો નહીં લાગતા પરિવારજનોએ પાંડેસરા પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. અપહરણની ફરિયાદ નોંધતા જ ઉપરી અધિકારીની ટીમ દોડતી થઇ ગઇ હતી.


વધુમાં વાંચો: ભાજપમાં કાર્યક્રમોની ભરમાર, કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા કરશે સજ્જ


પોલીસ દ્વારા એસઓજી, ક્રાઇમ બ્રાન્ટ અને પીસીબીની 70 લોકોની ટીમ બનાવવામાં આવી હતી. જેઓ દ્વારા આ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હતી. જો કે, બાળકીનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેથી પોલીસે સોશિયલ મીડિયામાં બાળકીના ગુમ થયા અંગેની માહિતી આપી હતી. બાકમાં એકાએક ગત રાત્રે બાળકી સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં લાવારિસ હાલતમાં મળી આવી હતી. બાળકી મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.


વધુમાં વાંચો: પુરૂષો નથી કરી શકતા તેવું કામ કરે છે આ ગુજરાતી મહિલા


બીજી તરફ પરિવારને બાળકી મળ્યાની જાણ કરતા તેઓમાં પણ ખૂશીનીલહે જોવા મળી હતી. બાળકીનું અપહરણ કરી તેને આણંદ લઇ ગયો હોવાની વાત ચાલી રહી છે. પોલીસે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરતા અપહરણકારો ડરીને બાળકી છોડી ગયા હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...