ભાજપમાં કાર્યક્રમોની ભરમાર, કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા કરશે સજ્જ

ભાજપ માટે લોકસભાની ચૂંટણી માત્ર સાસંદની નહીં પરંતુ દેશના વડાપ્રધાનના પદ માટેની ચૂંટણીને અને તેમાં પણ જ્યારે પીએમ તરીકે નરેન્દ્ર મોદીને ફરીવાર દેશનું સુકાન સોંપવાનું હોય ત્યારે ભાજપ દ્વારા કમર કસી લેવામાં આવી છે.

ભાજપમાં કાર્યક્રમોની ભરમાર, કાર્યકર્તાઓને ચૂંટણી પહેલા કરશે સજ્જ

કિંજલ મિશ્રા, અમદાવાદ: ભાજપ માટે લોકસભાની ચૂંટણી માત્ર સાસંદની નહીં પરંતુ દેશના વડાપ્રધાનના પદ માટેની ચૂંટણીને અને તેમાં પણ જ્યારે પીએમ તરીકે નરેન્દ્ર મોદીને ફરીવાર દેશનું સુકાન સોંપવાનું હોય ત્યારે ભાજપ દ્વારા કમર કસી લેવામાં આવી છે. ગુજરાતમાં 11 ફેબ્રુઆરીથી એક મહિલના સુધી અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા કાર્યકર્તાઓને પણ તૈયાર કરવામાં આવશે સાથે જ પ્રજા વચ્ચે પણ જશે.

લોકસભાની ચૂંટણીનો માહોલ દેશ સાથે ગુજરાતમાં બની રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ દેશના પીએમ નરેન્દ્ર મોદીની રાજકીય ભૂમિ ગુજરાત હોવાથી ભાજપ અહીં કોઇ પણ કરસ છોડવા માગતી નથી. ત્યારે 26 બેઠકો પર જીત મેળવવા 5 અલગ અલગ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યા છે. જેની શરૂઆત 11 ફેબ્રુઆરી કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કાર્યક્રમની શરૂઆત કરાવશે.

ત્યારે આવો એક નજર કરીએ કાર્યક્રમોની રૂપ રેખાઓ પર
11 ફેબ્રુઆરી: પંડીત દિન દયાલ પૂર્ણ્ય તિથી સમર્પણ દિન કરીકે ઉજવાશે, જેમાં કાર્યકર્તાઓ બૂથ સ્તર સુધી સપંર્ક કરવાની શરૂઆત કરશે.

12 ફેબ્રુઆરી: ‘મેરા પરિવાર ભાજપ પરિવાર’ - આ કાર્યક્રમનું લોન્ચિંગ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. પોતાના નિવાસસ્થાન પર ભાજપનો ઝંડો લહેરાવ્યા બાદ તમામ કાર્યકર્તાઓ પોતાના ઘર અને વિસ્તારમાં ભાજપનો ઝંડો લહેરાવશે.

21 ફેબ્રુઆરીથી 2 માર્ચ: ‘ઘરે ઘરે સંપર્ક’ - આ કાર્યક્રમના માધ્યમથી કાર્યકર્તાઓ સવારે અને સાંજે બૂથ સ્તર સુધી લોકોનો સંપર્ક કરશે અને કેમ ભાજપને મત આપવો તે અંગે લોકો સાથે સંવાદ કરશે.

21 ફેબ્રુઆરી: ‘વિસ્તારક યોજના’- વિધાનસભાની ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ 10 દિવસ માટે વિસ્તારકોને કાર્યરત કરવામાં આવશે. જે પોતાના મત વિસ્તાર સિવાય અન્ય જગ્યા પર જઇ ચૂંટણી પ્રચાર કરશે.

24 ફેબ્રુઆરી: ‘પીએમ કે મન કી બાત’ - ચૂંટણી પહેલા પીએમ તરીકે ‘પીએમ કે મન કી બાત’ અંતિમ કાર્યક્રમ હશે. જેમાં અનેક સ્થલો પર કાર્યકર્તા અને હોદ્દેદારો લોકો સાથ મનની વાત સાંભળશે.

26 ફેબ્રુઆરી: ‘કમલ દિવાળી’ - આ કાર્યક્રમ થકી 5 વર્ષમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો જેમણે લાભ મેળવ્યો હોય તેમનો સંપર્ક કરી એક સ્થાને દિપક પ્રજવલલિત કરી દિવાળી જેવો માહોલ બને તે માટેના પ્રયાસ કરશે.

2 માર્ચ: ‘બાઇક રેલી’ - યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા વિધાનસભા વાઇસ ભાજપના ઝંડા સાથે વિશાળ બાઇક રેલી કરવામાં આવશે.

ભાજપની સંગઠન શક્તિ અને કાર્યકર્તાઓની સંગઠન માટેની નિષ્ઠા ભાજપની જીત માટેનું મહત્વનું કારણ રહ્યું છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં થઇ રહેલા કોંગ્રેસી કરણને કારણે કાર્યકર્તાઓ ક્યાંક નિષ્ક્રિય થયા છે. જેના કારણે જનસંપર્કમાં સીધી અસર જોવા મળી રહ્યી છે. ત્યારે ચૂંઠણી પહેલા પોતાના કાર્યકર્તાઓ માટે ભાજપે કાર્યક્રમોની ભરમાર કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news