હિતલ પારેખ, ગાંધીનગર: ગાંધીનગરના દશેલા ગામ નજીક આવેલા માધવ ફાર્મમાં સોમવારની સમી સાંજે દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેમાં 9 યુવક અને 5 યુવતીઓ સંગીતના તાલે ઝૂમી રહ્યા હતા. સાથે ચીચીયારીઓ પાડી રહ્યા હતા. ફાર્મ હાઉસની અંદર પાર્ટી ચાલી રહી હોવાની બાતમી ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇને મળતા ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ત્રણ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ અને સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સત્તાધારના મહંત જીવરાજ બાપુએ 93 વર્ષની ઉંમરે કર્યો દેહત્યાગ


દારૂની મહેફિલ માણતા 9 યુવકો અને 5 યુવતીઓ
અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં રહેતા 9 યુવક અને 5 યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેમાં ચાંદલોડિયામાં રહેતા કુશલ જયેશ પટેલ, નારણપુરામાં રહેતો સ્મિત શૈલેષ ઊંધિયા, થલતેજમાં રહેતો રાહુલ મોહન રાજગોર, ઘાટલોડિયામાં રહેતો ધાર્મિક સુરેશ પટેલ, જોધપુર ગામમાં રહેતો હર્ષ જયંતિ કોઠારી, પાલડી ધરણીધર દેરાસર પાસે રહેતો હેત પરાગ શાહ, મેમનગરમાં રહેતો શેખર આશિષ કઠવા, વસ્ત્રાપુરમાં રહેતો લવ અશોક પટેલ અને વાસણામાં રહેતો પ્રેમ કપૂરચંદ ચંદેલ સહિત પાંચ યુવતીઓ મિત પટેલની બર્થ ડેની ઉજવણી કરવા આવ્યા હતા.


આ પણ વાંચો:- અમદાવાદ: ‘યુનાઇટેડ નર્સિસ ફોરમ’ સાથે સંકળાયેલા 1500 કર્મચારીઓની રેલી


9 યુવક અને 5 યુવતીના મોડી રાત્રે મેડિકલ ટેસ્ટ કરાયા
દારૂનુ સેવન કરીને જન્મદિવસની ઉજવણી કરી રહેલા 9 યુવક અને 5 યુવતીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મંગળવારની સવારના 3:30 વાગ્યે મેડિકલ ચેકઅપ કરવા માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે તમામ યુવક-યુવતીઓના સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા હતા.


આ પણ વાંચો:- ગુજરાત કોંગ્રેસ રાજીવ ગાંધીની 75મી અને ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કરશે


પોલીસે 6 લકઝુરિયસ કાર જપ્ત કરી
ગાંધીનગર ગ્રામીણ લોકલ ક્રાઇમ બ્રાંચે દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓની 6 લક્ઝુરિયસ કાર જપ્ત કરી હતી. જેમાં 2 મર્સિડીઝ, 2 કરેટા, 1 ઇનોવા અને 1 વરના કારનો સમાવેશ થાય છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...