સત્તાધારના મહંત જીવરાજ બાપુએ 93 વર્ષની ઉંમરે કર્યો દેહત્યાગ

સતાધાર ધામના મહંત જીવરાજબાપુ 93 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર જીવરાજબાપુ છેલ્લા કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા. જીવરાજ બાપુનું અવસાન થતા ગુજરાતના સૌથી મોટા આસ્થાના કેન્દ્ર સત્તાધારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.   

Updated By: Aug 20, 2019, 12:05 AM IST
સત્તાધારના મહંત જીવરાજ બાપુએ 93 વર્ષની ઉંમરે કર્યો દેહત્યાગ

હનીફ ખોખર/જુનાગઢ: સતાધાર ધામના મહંત જીવરાજબાપુ 93 વર્ષની ઉંમરે સ્વર્ગવાસ થતા ભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મળતી માહિતી અનુસાર જીવરાજબાપુ છેલ્લા કેટલાક સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતા. જીવરાજ બાપુનું અવસાન થતા ગુજરાતના સૌથી મોટા આસ્થાના કેન્દ્ર સત્તાધારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

સત્તાધારાના જીવરાજ બાપુ દેવલોક પહોચતા તેમના અનુયાયીઓમાં શોકનું મોઝુ ફરી વળ્યું છે. સત્તાધાર એવું આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમા અનુયાયીઓ ગુજરાત નહિ પણ દેશ વિદેશમાં પણ મોટો અનુયાયી વર્ગ ધરાવે છે. ત્યારે મહત્વનું છે, કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાધાર જીવરાજ બાપુની ખબર-અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

અમદાવાદ: ‘યુનાઇટેડ નર્સિસ ફોરમ’ સાથે સંકળાયેલા 1500 કર્મચારીઓની રેલી

જીવરાજબાપુની અંતિમ વિધિ માટે સમગ્ર સંત સમાજ દ્વારા નક્કી કરવામાં આવશે. 1982માં સંત શામજી બાપુએ તેમના અનુયાયી તરીકે જીવનરાજ બાપુની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્યના સૌથી મોટા તીર્થ સ્થળ સત્તાધારના મહંત જીવરાજબાપુના અવસાનથી રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. 

જુઓ LIVE TV....