તેજશ મોદી/સુરત :સુરત (Surat) નું એરપોર્ટ (airport) જ્યારથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યારથી સતત દાણચોરી (Smuggling) ની ઘટનાઓ સામે આવી રહી છે. શાહજહાં (Sharjah) થી સુરત આવતી ફ્લાઈટમાં અનેક મુસાફરો સોનાની દાણચોરી કરતા કસ્ટમ વિભાગ (Custom Department) ના એર ઈન્ટેલિજન્સ યુનિટના હાથે ઝડપાઈ ચૂક્યા છે. જોકે તેમ છતાં દાણચોરી અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વધુ એક ઘટનામાં એર ઇન્ટેલિજન્સ યુનિટે વલસાડ (Valsad) ના એક યુવકને 90 લાખના સોના (Gold Smuggling) સાથે ઝડપી પડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છ : વિવાદિત હરામી નાળા પાસેથી એકસાથે 5 પાકિસ્તાની ફિશીંગ બોટ મળી


આજે શુક્રવારે શાહજહાંથી સુરત આવેલી ફ્લાઈટમાં એર ઇન્ટેલિજન્સ યુનિટે એક યુવકને મુસાફરને પૂછપરછ માટે અટકાવ્યો હતો. મૂળ વલસાડના આ યુવકની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન તેણે પેન્ટ અને ગુપ્તાંગના ભાગે છુપાવેલુ સોનું મળી આવ્યું હુતં. કસ્ટમ વિભાગે આ સોનાનો આંકડો અંદાજે 90 લાખ જેટલો બતાવ્યો હતો. કસ્ટમ વિભાગે યુવકની વધુ પૂછપરછ હાથ ધરી છે. આમ, 90 લાખની કિંમતના 2200 ગ્રામની સોનાની દાણચોરી થતી કસ્ટમ વિભાગે અટકાવી છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના પ્રવાસે, આવતીકાલે હીરા બાના આર્શીવાદ લેવા જશે


સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટનાઓ સતત બની રહી છે જોકે કસ્ટમ અને એર ઇન્ટેલિજન્સ યુનિટની સતર્કતાને કારણે દાણચોરો ઝડપાઇ રહ્યા છે શારજાહથી આવતી ફ્લાઈટમાં અત્યાર સુધી જેટલા પણ લોકો સોનાની દાણચોરી કરતા ઝડપાયા છે, તેમાંથી મોટાભાગના સોનાને પીગળાવી તેમાં કેમિકલ પ્રોસેસ કરી પેસ્ટ બનાવી ગુપ્તાંગમાં છુપાવે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :