ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (corona virus)ના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 24 કલાકમાં 900થી વધુ કેસ નોંધાયા છે. આજે એક દિવસમાં સૌથી વધુ 925 કેસ સામે આવ્યા છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન 10 લોકોના મૃત્યુ પણ થયા છે. આ દરમિયાન કુલ 791 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં આજની તારીખ સુધી કોરોના વાયરસના 44,648 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2081 પર પહોંચી ગયો છે. રિકવર થનારા દર્દીઓની સંખ્યા  31346 છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વધુ 10 લોકોના મૃત્યુ
ગુજરાતભરમાં છેલ્લા ઘણા દિવસથી મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના મહામારીને લીધે વધુ 10 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 1, ભાવનગર, નવસારી અને ગાંધીનગરમાં પણ એક-એક દર્દીઓના મૃત્યુ થયા છે. આ અત્યાર સુધી કોરોનાને લીધે કુલ 2081 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 925 કેસ સામે આવ્યા છે. આમ સતત ત્રીજા દિવસે એક દિવસમાં કોરોનાના નવા કેસનો આંકડો 900ને પાર પહોંચ્યો છે. સુરતમાં 173, અમદાવાદમાં સૌથી વધુ 159 કેસ સામે આવ્યા છે. તો સુરત ગ્રામ્યમાં પણ 61, વડોદરા શહેરમાં 61, રાજકોટમાં 39, ભાવનગરમાં 33, સુરેન્દ્રનગરમાં 32, ભાવનગર ગ્રામ્યમાં 28, ખેડામાં 24, જુનાગઢ શહેરમાં 24, ગાંધીનગરમાં 22 કેસ સામે આવ્યા છે. આ મહાનગરો બાદ અન્ય જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. 


[[{"fid":"272499","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


રાજ્યમાં કોરોનાની આજની સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે કોરોનાના એક્ટિવ કેસ 11221 છે. જેમાં 68 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 31346 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 4 લાખ 87 હજાર 707 ટેસ્ટ થયા છે. હાલ રાજ્યભરમાં કુલ 3 લાખ 50 હજાર 281 લોકો ક્વોરેન્ટાઈન છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube