ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) માં સ્વતંત્ર સેનાનીએ કોરોનાને મહાત આપી છે. 95 વર્ષના મનુભાઈ વિઠલાણી (Manubhai Vithlani) એ કોરોનાને મહાત આપી છે. માત્ર 3 દિવસની સારવાર બાદ કરોનાને આપી મહાત રાજકોટની વેદાંત હોસ્પિટલ સંચાલિત શ્રીજી કોવિડ હોસ્પિટલમાં મનુભાઈની ચાલી રહી હતી. સારવાર મનુભાઈનું કલેકટર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવતું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ કોરોનાકાળમાં લોકો ભયભીત છે લોકો કોરોનામાં કાળમાં ડરે છે અને ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં દર્દીનું મનોબળ તૂટતા મોત થાય છે. આ તમામ વચ્ચે મૂળ મેંદરડા (Menrada) ના વતની મનુભાઈએ માત્ર ત્રણ દિવસમાં કોરોનાને મહાત આપી છે. મનુભાઈ (Manubhai Vithlani) ને સારવાર માટે પી.એમ.ઓ (PMO) માંથી સારવાર માટે સૂચના આપવામાં આવી હતી અને તાત્કાલિક સારવાર બાદ 3 જ દિવસમાં કોરોનાને મહાત આપી હોવાનું તેમના પુત્ર અશ્વિનભાઈએ જણાવ્યું હતું. 
 


Bharat Biotech એ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ


ગાંધીજી સાથે સ્વતંત્ર સંગ્રામમાં કર્યું કામ
મનુભાઈ (Manubhai Vithlani) ની સ્વતંત્રતા સમયની વાત કરવામાં આવે તો મનુભાઈ વિઠલાણી ગાંધીજી સાથે સ્વાતંત્ર સંગ્રામમાં કામ કર્યું હતું. તેમજ મેંદરડામાંથી 14 વર્ષની ઉંમરે મનુભાઈ વિઠલાણીને અંગ્રેજોએ હદપાર કર્યા હતા જૂનાગઢની આર.જી હકુમતમાં પણ મનુભાઈએ મહત્વની જવાબદારી નિભાવી હતી. પુના (Pune) માં ગાંધીજી (Gandhiji) ને મનુભાઈ 14 વર્ષની ઉંમરે મળ્યા હતા. જોકે કોરોના પોઝિટિવ આવતા રાજકોટની વેદાંત હોસ્પિટલ સંચાલિત શ્રીજી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) ને મનુભાઇને કોરોના આવ્યો હોવાની જાણ થતાં પી.એમ.ઓ ઓફિસમાંથી તંત્રને સૂચનાઓ દેવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જિલ્લા કલેકટર રેમ્યા મોહન પણ સતત મનુભાઈના સ્વસ્થ માટે હોસ્પિટલમાં સૂચનાઓ આપી દેવામાં આવી હતી.

આગામી 15 દિવસોમાં જ્યારે વારો આવે ત્યારે અવશ્ય વેક્સિન લો: વિજય રૂપાણી


કોરોના દર્દીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા
સૌરાષ્ટ્ર (Saurashtra) અને ગુજરાત (Gujarat) માં કોરોનાનો હાહાકાર છે દરરોજ કેસ વધી રહ્યા છે અને મોત વધી રહ્યા છે ત્યારે લોકો પણ ભયભીત છે. આવા સમયે લોકોને પ્રેરણા મળે તેવો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે કોરોના પોઝિટિવ દર્દીઓ હિંમત હારી રહ્યા છે ત્યારે સ્વતંત્ર સેનાની મનુભાઈ 95 વર્ષની વયે કોરોનાને મહાત આપતા હિંમતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube