Bharat Biotech એ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ

હૈદ્વાબાદ સ્થિત ભારત બાયોટેકએ પહેલાં પોતાના કોવિડ 19 રસી 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો.

Bharat Biotech એ રાજ્યો માટે 'કોવેક્સીન' ની કિંમત ઘટાડી, હવે આટલામાં મળશે ડોઝ

નવી દિલ્હી: ભારત બાયોટેક (Bharat Biotech) એ રાજ્યો માટે 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત 200 રૂપિયા પ્રતિ ડોઝ ઘટાડી ડીધી છે. હૈદ્વાબાદ સ્થિત ભારત બાયોટેકએ પહેલાં પોતાના કોવિડ 19 રસી 'કોવેક્સીન' (Covaxin) ની કિંમત રાજ્ય સરકારો માટે 600 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કર્યો હતો. હવે કંપનીએ રાજ્ય સરકારો માટે ભાવ ઘટાડીને 400 રૂપિયા પ્રતિ ડોઝ કરી દીધો છે. 

આ પહેલાં સીરમ ઇંસ્ટીટ્યૂટએ બુધવારે રાજ્યોને આપવામાં આવતી કોવિશીલ્ડ વેક્સીનની કિંમત 100 રૂપિયા ઘટાડી હતી. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (એસઆઇઆઇ)એ પોતાના કોવિડ 19 રસી 'કોવિશિલ્ડ' (Covishield) ની રાજ્ય સરકારો માટે કિંમત 400 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરી હતી. હવે તેને 300 રૂપિયા પ્રતિ ડોઝ કરી દેવામાં આવી છે. 

— BharatBiotech (@BharatBiotech) April 29, 2021

તમને જણાવી દઇએ કે કોરોના વેક્સીન (vaccine) ની વધુ કિંમતને લઇને વિપક્ષી દળોએ મોદી સરકારને ટાર્ગેટ પર લઇ રહી છે. તેને ધ્યાનમાં રાખતાં ગત થોડા દિવસો પહેલાં મોદી સરકારે સીરમ ઇંસ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકને કહ્યું હતું કે તે પોતાની કોવિડ 19 રસીની કિંમત ઓછી કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવશે. તેના માટે બુધવારથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news