ચેતન પટેલ/સુરત: વાલીઓ માટે ફરી એકવાર ચેતવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરામાં 10 માસના બાળકના ગળામાં ફૂગ્ગો ફસાતા તેનું મોત થયું છે. એવું કહેવાઈ રહ્યું છે કે બાળખ રમતા રમતા તેના ગળામાં ફૂગ્ગો ફસાઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક તેણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના કડોદરા સીવસાઈ સોસાયટીમાં એક મોટી દુર્ઘટના બની છે. જ્યાં એક 10 માસના બાળકના ગળામાં ફૂગ્ગો ગળામાં ફસાઈ જતા તેનું મોત નિપજ્યું છે. જાણવા મળી રહ્યું છે કે રમતા સમયે બાળકે ફૂગ્ગો મોઢામાં નાખ્યો હતો, ત્યારબાદ સાત માસના બાળકના ગળામાં ફૂગ્ગો ફસાયો હતો. ફૂગ્ગો ફસાઈ જવાની ઘટનાની ખબર પડતા પરિવાર ડઘાઈ ગયો હતો અને તાત્કાલિક બાળકને 108 એમ્બુલ્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.


પરંતુ દુર્ભાગ્યવશ સુરતના પરિવારને નિરાશા હાથ લાગી હતી. એક નાનકડી બેદરકારીની સૌથી મોટી સજા 10 માસના બાળકને ભોગવવાની આવી હતી, એટલે કે સિવિલ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube