ઉદય રંજન/અમદાવાદ: વધુ એક કિસ્સો સગીરા પ્રેમમાં પ્રેમી સાથે ભાગી જવાનો કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ અગાઉ પણ 10 વર્ષીય સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી જવાનો કેસ સામે આવ્યો હતો, ત્યારે અમદાવાદના વેજલપુરના જુહાપુરાની 14 વર્ષીય સગીરા પોતાના પ્રેમી સાથે ફરાર થઇ જતા પરિવારે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે જમ્મુ ખાતે થી સગીરાનો છુટકારો કરાવીને તેના 21 વર્ષીય પ્રેમીની ધરપકડ કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસું આ વિસ્તારોમા ભૂક્કા કાઢી નાંખશે! 10 ઇંચ સુધી સાંબેલાધાર વરસાદ પડશે


ઈદના દિવસે 14 વર્ષીય સગીરા પોતાના પ્રેમી એઝાજ અસગર લીલગર સાથે દિલ્હી અને ત્યાંથી જમ્મુ નીકળી ગઈ હતી. ત્યારે વેજલપુર પોલીસને ટેકનિકલ માહિતી મળતા જમ્મુ પોલીસની મદદથી સગીરાનો છુટકારો કરાવીને ભગાડીને લઇ જનાર પ્રેમી એઝાજ અસગર લીલગરની પોક્સોના કેસમાં ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપી સગીરાના ઘરે નજીકમાં રહેતા મામાને ત્યાં વારંવાર આવતો હતો.


જે કેસમાં ખોટી કે પૂરતી માહિતી ના આપી તો અધિકારીઓનો મરો! સ્ટેટ લીટીગેશન પોલીસીમાં...


બંને વચ્ચે પરિચય થયો હતો. ત્યારબાદ ઈદના દિવસે મોકો મળતા બંને ફરાર થઇ ગયા હતા. વેજલપુર પોલીસે આરોપી એઝાજ અસગર લીલગરની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. 


રાજકોટમાં લોકસંવેદનાનો પડઘો! રડતા રડતા લોકોએ કહ્યું; 'આવી સરકાર અમારે નથી જોઈતી'