ગુજરાતમાં હવે ચોમાસું આ વિસ્તારોમાં ભૂક્કા કાઢી નાંખશે! 10 ઇંચ સુધી સાંબેલાધાર પડી શકે છે વરસાદ

Gujarat Heavy Rains: આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે. 
 

1/7
image

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24થી 26 જૂન વચ્ચે ભારે વરસાદ વરસવાની આગાહી છે. જેમાં ખાસ કરીને આહવા, ડાંગ, વલસાડમાં 7થી 8 ઈંચ વરસાદ પડવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જી હા....સુરત, નવસારી, તાપીમાં 4થી 5 ઈંચ વરસાદ પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 3 દિવસ સારો વરસાદ રહેશે. મહારાષ્ટ્ર તરફથી વરસાદી સિસ્ટમ ગુજરાત આવશે. જેથી 25 જૂનથી ચોમાસાનો વરસાદ વધશે.

2/7
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરી છે. જેમાં 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા. 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અને 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે.  

3/7
image

હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, કચ્છ, અમરેલી, ઉના, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. કચ્છના માંડવીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. બોટાદમાં પણ સારો વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે.

4/7
image

આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે. તેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 દિવસની આગાહી પર નજર કરીએ તો, આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 

5/7
image

25 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, 26 જૂન ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, 27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી અને 28 જુન ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલીમાં વરસાદ ખાબકી શકે છે.

હવામાન વિભાગની આગાહી

6/7
image

કાગડોળે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ વરસશે. 

7/7
image

આજે નર્મદા, તાપી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતી કાલે દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી છે. ખેડૂતો આશ લગાવીને બેઠા છે કે, વાવણી લાયક વરસાદ થાય.