વડનગર : અમરથોળ નજીક વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ટ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 2000 વર્ષ જુનો 12 થી 14 મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 200 મીટર જેટલો કોટ હજી પણ ખુલ્લો કરવામાં આવશે. અહીં 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. અદ્ભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ રાખનારા શિક્ષકને લગ્નના મંડપમાં જ એટલો માર પડ્યો કે...


જો કે આ ઉત્ખનન દરમિયાન રોજેરોજ નવી નવી વસ્તુઓ મળી આવે છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે કુતુહલની સ્થિતી છે. અહીં મળી આવેલા મકાનો ગાયકવાડો અને સોલંકીકાળનાં છે. આ અંગેના અવશેષો પણ મળી ર્યા છે. પાકા રસ્તા, ગટર અને પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા પાંચ કિલોમીટરનો કોટ મળી આવ્યો છે. જેના પગલે સિદ્ધ થાય છે કે વડનગરની નીચે એક ખુબ જ વ્યવસ્થિત નગર હતું. 


સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે લૂંટ: લૂંટારૂ ઘરેણા સમજીને લેપટોપ બેગ ઉઠાવી ગયા !


ગુજરાત કેટલું સમૃદ્ધ હતું તેનો પણ આ જીવતો જાગતો પુરાવો છે. અહીં અવશેષો મળશે ત્યાં સુધી પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરવામાં આવશે. અહીંથી ખુબ જ ઐતિહાસિક વસ્તુઓ અને સંશોધકોને ખુબ જ મહત્વની વસ્તુઓ મળશે. દેશ તથા રાજ્યના સમૃદ્ધ ઇતિહાસનો ખ્યાલ મળશે. જ્યાં સુધી અવશેષો મળતા રહેશે ત્યાં સુધી ખોદકામ કરવામાં આવશે. તેવું પણ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube