સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે લૂંટ: લૂંટારૂ ઘરેણા સમજીને લેપટોપ બેગ ઉઠાવી ગયા !

ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે CRIME CITY તરીકે પણ જાણીતું થતું જઇ રહ્યું છે, સુરત શહેરમાં લૂંટ, અપહરણ, ફાયરિંગ, બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ દરરોજ બની રહી છે. બીજી તરફ સુરત શહેર પોલીસ ઘટના બન્યા બાદ તેને ઉકેલવાના નામે શાબાશી તો લઈ રહી છે પરંતુ એ પણ હકીકત છે કે ગુનેગારોમાં સુરત શહેર પોલીસનો ડર રહ્યો નથી. જેથી તો ગુનેગારો ગુનાની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી, ત્યારે સુરતમાં વધુ એક લૂંટની ઘટના બનવા પામી છે.
સુરતમાં ધોળા દિવસે ફિલ્મી સ્ટાઇલે લૂંટ: લૂંટારૂ ઘરેણા સમજીને લેપટોપ બેગ ઉઠાવી ગયા !

તેજસ મોદી/ સુરત : ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે જાણીતું સુરત હવે CRIME CITY તરીકે પણ જાણીતું થતું જઇ રહ્યું છે, સુરત શહેરમાં લૂંટ, અપહરણ, ફાયરિંગ, બળાત્કાર અને હત્યા જેવી ઘટનાઓ દરરોજ બની રહી છે. બીજી તરફ સુરત શહેર પોલીસ ઘટના બન્યા બાદ તેને ઉકેલવાના નામે શાબાશી તો લઈ રહી છે પરંતુ એ પણ હકીકત છે કે ગુનેગારોમાં સુરત શહેર પોલીસનો ડર રહ્યો નથી. જેથી તો ગુનેગારો ગુનાની ઘટનાને અંજામ આપતા ખચકાતા નથી, ત્યારે સુરતમાં વધુ એક લૂંટની ઘટના બનવા પામી છે.

જેને પગલે સુરત શહેર પોલીસ ફરી એક વખત દોડતી થઇ ગઇ  છે. સુરતના પુણા ગામમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સના શો રૂમમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી બે ઈસમો ફરાર થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. નાકાબંધી કરી લૂંટારૂઓની ઝડપી પાડવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં આવેલા ભૈયાનગરમાં ભાગ્યલક્ષ્મી જ્વેલર્સનો શો રૂમ આવેલો છે. આજે બાઈક પર બે ઈસમો ધસી આવ્યા હતા. ત્યારબાદ ફાયરિંગ કરી લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા છે. આ લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. લૂંટારૂઓની ઝડપી પાડવા નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

સીસીટીવી વીડિયો પ્રમાણે, જ્વેલર્સના શો રૂમમાં બે ઈસમો ઘૂસી આવે છે. ત્યારબાદ હાજર યુવકને બંને ઈસમો ગન બતાવી ધમકાવે છે. ત્યારબાદ એક યુવક એક બેગ લઈને જતો નજરે પડે છે. બંને લૂટારૂ પૈકી એક લૂંટારૂ જતા જતા શો રૂમમાં હાજર યુવકના પગમાં ગોળી મારે છે. ત્યારબાદ બંને લૂંટારા ફરાર થઈ જાય છે. ઈજાગ્રસ્ત યુવક પીછો કરતો પણ સીસીટીવીમાં નજરે પડે છે. છેલ્લા 3 અઠવાડીયામાં આ લૂંટની ત્રીજી ઘટના છે. કતારગામ અને મહિધરપુરાની લૂંટની ઘટના બાદ આ શહેરમાં સતત ત્રીજી લૂંટ છે. ત્યારે પોલીસ સુરત શહેરમાં ગુનાખોરીને ડામવામાં નિષ્ફળ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news