સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત
![સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત સુરતીઓને માથે મોટી ઘાત! પરિવાર સાથે જમ્યા બાદ 40 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક મોત](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2023/12/31/518496-surat-zee.jpg?itok=wcoOcZUO)
સુરતમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે. સલાબતપુરા વિસ્તારમાં 40 વર્ષીય યુવકનું હાર્ટ અટેકમાં મોત નીપજ્યું છે. વિજય ભાઈ પંડિતને ગતરાત્રે જમ્યા પછી છાતીમાં દુખાવો થયો હતો. પછી નીચે ઢળી પડયા હતા. હોસ્પિટલમાં લઈ જતા સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું છે.
પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમાં હાર્ટ એટેકની ઘટના યથાવત છે. સલાબતપુરા વિસ્તારમાં 40 વર્ષીય યુવકનું હાર્ટ અટેકમાં મોત નીપજ્યું છે. વિજય ભાઈ પંડિતને ગતરાત્રે જમ્યા પછી છાતીમાં દુખાવો થયો હતો. પછી નીચે ઢળી પડયા હતા. હોસ્પિટલમાં લઈ જતા સારવાર મળે તે પહેલાજ મોત નીપજ્યું છે.
અજીબોગરીબ કિસ્સો! ટ્રેન ચૂકી જતા વ્યક્તિએ આખી ટ્રેનના પેસેન્જરના જીવ પડીકે બાંધ્યો!
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે હાર્ટ એટેક થી મોતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કોઈને બાઈક ચલાવતા હોય કે ચાલતા ચાલતા હોય કે ઊંઘમાંથી ઊઠવાની સાથે જ હાર્ટ એટેક થી મોત નિપજવાના કિસ્સાઓ બની રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સલાબતપુરામાં રહેતા 40 વર્ષીય વેક્તિનું હાર્ટ એટેક થી મોત નીપજ્યું છે.
નરેન્દ્ર મોદીની 'રામ પ્રતિજ્ઞા'! જ્યારે ટેન્ટમાં હતા રામલલા, ત્યારે લીધો હતો સંકલ્પ
વિજય ભાઈ પંડિત ઘરે પરિવાર સાથે જમ્યા બાદ બેઠા હતા.અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો. પરિવારના લોકો દોડી આવ્યા હતા.વિજયભાઈને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તબીબોએ મૃતક જાહેર કર્યો હતો. વિજયભાઈને કોઈપણ પ્રકારની શારીરિક બીમારી ન હતી. અચાનક હાર્ટ એટેકથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
CCTV: પાલઘર નજીક ડમ્પરે બસને અડફટે લેતા થયો ગોઝારો અકસ્માત, 2 બાળકોના મોત, 15 ઘાયલ
મરણજાનાર મૂળ સુરતના વતની છે.સુરતના સલાબતપુરા ખાતે આવેલ ઉમરવાળા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા હતા.લુમ્સ ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.અચાનક પરિવાર સાથે જમ્યા બાદ મોત નિપજતા પરિવર શોકમાં ગરકાવ થઈ ગયો છે.બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
Upcoming Movies in 2024: આ દમદાર ફિલ્મો પડાવશે બૂમ, જાણો કઇ ફિલ્મ ક્યારે રિલીઝ થશે