સુરેન્દ્રનગર: જિલ્લાના રતનપરામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રતનપરામાં ટ્યુશન ક્લાસ ચલાવતા 48 વર્ષીય શિક્ષ અને 19 વર્ષીય વિદ્યાર્થીનીએ ક્લાસરૂમમાં જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. શુક્રવારે સવારે બંન્નેએ ફાંસોખાઇને આત્મહત્યા કરી લીધી હતી. બંન્ને પાસેથી ત્રણ પાનાની સુસાઇટ નોટ પણ મળી આવી હતી. જેમાં બંન્નેએ પોતાના પરિવાર પાસે માફી માંગી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રતનપરમાં 48 વર્ષના દિનેશભાઇ દલવાડી ટ્યુશન ક્લાસ ચલાવે છે. જ્યાં 19 વર્ષીય શ્રદ્ધા ચાવડા નામની વિદ્યાર્થીની ધોરણ 10નો અભ્યાસ કરવા માટે આવતી હતી. દરમિયાન આ બંન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દિનેશભાઇ પરણિત હતા અને તેમની પણ શ્રદ્ધા જેવડો જ દિકરો કોલેજમાં અભ્યાસ કરે છે. જેથી બંન્ને કોઇ પણ પ્રકારે એક થઇ શકે તેમ નહી લાગતા સમાજની બીકે આખરે ક્લાસીસના ધાબામાં રહેલા હુક સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. 


ટ્યુશનમાં દિનેશભાઇ 7 વાગ્યે જ આવ્યા હતા. શ્રદ્ધા પણ તેમની સાથે આવી હતી. શ્રદ્ધા ઘરેથી નવા કપડા અને ચુડો પહેરીને આવી ગયા હતા. દિનેશભાઇ પણ નવા કપડા પહેર્યા હતા. ઘટના સ્થળે શ્રદ્ધાએ સેંથામાં સિંદુર પુરીને મંગળસુત્ર પહેર્યું હતું. ત્યાર બાદ બંન્નેએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને ઘટના અંગે માહિતી મળતા તત્કાલ ઘટના સ્થળે દોડી આવી હતી. શ્રદ્ધાએ સુસાઇડનોટમાં ભાઇને ભણવામાં ધ્યાન આપવાનું કહીને પપ્પા-મમ્મી અને દાદા - દાદી પાસે માફી માંગી હતી. 
સાથે લખ્યું કે, પપ્પાની ઇચ્છા મને બેંકમા નોકરી અપાવવાની હતી અને સારા ઘરમા પરણાવવાની હતી. જો કે હું તેમાં ખરી ઉતરી નથી માટે માફી માંગુ છું. તમે બધા મારા પર શંકા કરતા હતા તે વાત સાચી હતી અને હું ખોટુ બોલીને આ સંબંધો છુપાવતી હતી. બંન્નેએ લખ્યું કે લોકોને કદાચ આ લફરૂ લાગે પરંતુ અમારો પ્રેમ સાચો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube