ઝી બ્યુરો/સુરત: સુરતમાં એક એવી ઘટના બની છે જે સાંભળતા તમારા હાથના રૂવાટા ઉભા થઈ જશે. આ ઘટના સુરતના સિંગણપુર વિસ્તારની છે જ્યાં એક સ્કૂલ વેનચાલક પોતે વિદ્યાર્થીને મૂકી કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન પાંચ વર્ષનો બાળક તેની અડફેટે આવી ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. મૃતક બાળક લગ્નના 10 વર્ષ બાદ જન્મ્યો હતો અને પરિવારનો એકનો એક જ પુત્ર હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ગુજરાતીઓની ફરી ચિંતા વધશે? વરસાદી સિસ્ટમ નબળી પડી, જાણો હવે વરસાદ પડશે કે નહીં!


સુરત સિંગણપોર વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં પારસભાઈ નારિગરા પરિવાર સાથ રહે છે. પારસભાઈ હીરાનાં કારખાનામાં કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને ત્યાં 10 વર્ષ બાદ શ્લોક નામના પુત્રનો જન્મ થયો હતો. 5 વર્ષીય શ્લોક બુધવારે સોસાયટીમાં રમતો હતો. દરમિયાન, શારદા સ્કૂલનાં વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલવાન સોસાયટીમાં આવી હતી.


અહો આશ્ચર્યમ! શિક્ષિકા અમેરિકામાં સ્થાયી'ને નોકરી ગુજરાતમાં, શું આ રીતે ભણશે ગુજરાત?


વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જતી સ્કૂલવાનનાં ચાલક સંજય પટેલે વાન રિવર્સ લીધી હતી, તે દરમિયાન 5 વર્ષીય શ્લોક તેની નીચે આવી ગયો હતો. ઘટના બનતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શ્લોકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, સારવાર પહેલા જ માસૂમ શ્લોકનું મોત નીપજ્યું હતું. 


બ્રિજ ચાલુ થાય તે પહેલા ખખડી ગયો! ગુજરાતના આ બ્રિજમાં વિકાસને બદલે ભ્રષ્ટાચાર દેખાયો


આ મામલે જાણ થતાં સિંગણપોર પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી કરી વાનચાલક સંજયની ધરપકડ કરી હતી. પોલીસે સંજય સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનોનો શોકમાં ગરકાવ થયો છે.