શું ગુજરાતીઓની ફરી ચિંતા વધશે? વરસાદી સિસ્ટમ નબળી પડી, જાણો હવે વરસાદ પડશે કે નહીં!

Gujarat Weather 2024: ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતું હવામાન વિભાગ તરફથી એક માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી છે, જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદ નહિ પડે. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનનું જોર રહેતાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

1/6
image

ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. હવે સમગ્ર રાજ્યમાં 5 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફશૉર ટ્રફ સક્રિય હોવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 506 MM વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્ય કરતા 15 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

2/6
image

બીજી બાજુ વરાપ નીકળતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોનાં વાવણીના કામો અધૂરાં રહે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, પરંતુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

3/6
image

ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 1 જૂનથી 7 ઓગસ્ટ સુધીમાં 571 મિમી જરૂરિયાત સામે 576 મિમી વરસાદ વરસ્યો છે, તેથી સામાન્ય કરતાં એક ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની શરૂઆતમાં જ ભરપૂર વરસાદ ખાબક્યો હતો, તેથી ત્યાં સામાન્ય કરતાં 34% વધુ વરસાદ વરસ્યો છે. એક જૂનથી અત્યારસુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે.  

4/6
image

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી આવી છે. ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે. તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં આવી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે.

5/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો ભારેથી અતિભારે રહેશે. ઓગસ્ટ માસમાં મધ્યમ અસરની ખોટ સપ્ટેમ્બરમાં પુરાવાનો અનુમાન વ્યક્ત કર્યો છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફિયરીંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં દેશભરમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.   

6/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, 8-9-10 ઓગસ્ટએ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે. 11-12 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 23 ઓગસ્ટથી વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. 2 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાં સારો વરસાદ પડી શક્યતા છે.