ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર દુષ્કર્મના કેસોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે ભાઈબીજના દિવસે રાજ્યના પાટનગર ગાંધીનગરના સાંતેજ ગામમાં 5 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને લઈ ગયો હતો, અને તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના બાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. હાલ બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી છે. બીજી બાજુ સાંતેજ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા માટે બે અલગ ટીમો તૈયાર કરાવી છે. પરંતુ પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર આરોપી જાણભેદું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગરના સાતેજ ગામમાં પોલીસ સ્ટેશનની હદમાં અજાણ્યા શખ્સ દ્વારા પાંચ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર જાણવા મળી રહ્યું છે કે સાંતેજ ગામમાં આવેલી ફેક્ટરીની ઓરડીમાં રહેતા મજૂર પરિવારની પાંચ વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ બાઇક ઉપર આંટો મારવવાના બહાને બાળકીને ઘરેથી લઈ ગયો હતો, અને ત્યારબાદ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.


Gandhinagar કલોલના ખાતરેજ GIDCમાં મોટી દુર્ઘટના: કેમિકલ ફેક્ટરીના કૂવામાં 5 મજૂરોના દર્દનાક મોત


હાલ બાળકીને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. બીજી બાજુ સાંતેજ પોલીસે પોકસો એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને શોધી કાઢવા બે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ આદરી છે. પરંતુ આરોપી જાણભેદુ હોવાનું પોલીસ અનુમાન સેવી રહી છે. બાળકીને હાલ કલોલમાં સારવાર આપવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube