પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેર એ ડીવીજન વિસ્તારમાં એક વયોવૃદ્ધ ઇસમે પાડોસમાં રહેતી બે સગીર વયની બાળકીઓને દૂધ અને બિસ્કિટ લેવાના બહાના તેના ઘરે બોલાવી શારીરિક અડપલાં કર્યા છે અને આ બાબતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. જે અંગેની ફરિયાદ ભોગ બનનાર પરિવાર ને થતા તેમને પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે હવશ ખોર વય વૃદ્ધ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડબ્રહ્માના પૂર્વ MLA જેઠાભાઈ રાઠોડે પકડી અનંતની વાટ, એવું સાદગીભર્યું જીવન જીવ્યા કે...


આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પાટણ શહેરના એ ડીવીઝન વિસ્તારમાં આવેલ બુકડી ચોકમાં રહેતા એક પરિવારની બે બાળકીઓને તેમના પાડોશમાં રહેતા કનૈયાલાલ આચાર્ય દ્વારા શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો બુકડી વિસ્તારમાં એક પરિવારની બે બાળકીઓને પાડોશમાં રહેતા કનૈયાલાલ આચાર્ય દ્વારા દૂધ અને બિસ્કિટની લાલચ આપી બન્ને બાળકીઓને તેમના ઘરે બોલાવતો હતો. 


બાબા વેંગાની ભવિષ્યવાણી; 2023માં સૌર તોફાન ક્યારે આવશે? પરમાણુ બોમ્બ જેટલું વિનાશક..


હવસખોર વયોવૃદ્ધ કનૈયાલાલ બાળકીઓને શારીરિક અડપલા કરતા અને આ બાબતની જાણ જો કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી પણ વય વૃદ્ધ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રકારની ઘટના છેલ્લા આઠ મહિનાથી ચાલી આવતી હતી, ત્યારે બાળકીઓએ આ બાબતની જાણ પરિવારને કરતા પરિવારજનો આકરા પાણી થઇ પાટણ શહેર એ ડીવીજન પોલીસ મથકે કનૈયાલાલ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી કનૈયાલાલને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.


નાની ઉંમરથી કમ્પાઉન્ડિંગની ફોર્મ્યૂલા અપનાવી લીધી તો બનશો 1,18,58,402 રૂપિયાના માલિક