ઝી બ્યુરો/મહિસાગર: અમેઠી ગામે રહેતા એક વૃદ્ધની અનોખી ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા અને એકલવાયુ જીવન જીવતા 75 વર્ષીય વૃદ્ધ પરણવા નીકળ્યા જોવા જેવી થઈ હતી. ડીજેના તાલે આખુંય ગામ વૃદ્ધના લગ્નમાં જોડાયું અને ગામના જ એક મંદિરમાં સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય વૃદ્ધ દ્વારા લગ્ન કરવામાં આવતા આખુંય ગામ લગ્ન પ્રસંગમાં જોડાયું છે. છેલ્લા 75 વર્ષથી એકલવાયું જીવન જીવતા વૃદ્ધ એ લગ્ન કરવાનો નિર્ધાર કર્યો છે. 



75 વર્ષ બાદ આવુ કેમ કરવું પડ્યું તેનો સુ આશય છે. એકલવાયું જીવન અને ઘડપણનો આશરો બની રહે તે તેવા હેતુથી આખાય ગામની સંમતિથી સાયબાભાઈ ડામોર પોતાનું જીવન નિર્વાહ એકલવાયું જીવન જીવીને ગુજારતા હતા. પોતાની નિત્યક્રિયાઓ પણ તેઓ દરરોજ એકલા હાથે કરતા હતા. જમવાથી લઇને તમામ ક્રિયાઓ છેલ્લા 75 વર્ષથી સાયબા ડામોર પોતાની જાતે કરતા હતા. ત્યારે સમાજના કેટલાક માણસોએ તેમના એકલતાનો સહારો અપાવવા અને તેમને કોઈ જમવાનું આ ઉંમરે બનાવી આપે તે માટે તેમના સમકક્ષ પાત્ર સાથે મંદીરમાં જઈ ડીજે અને ગામના લોકો આ અનોખા લગ્નમાં જોડાયા હતા. 


75 વર્ષના સાયબા ડામોરે ગામ જમાડી પોતાનું ઋણ પણ ચૂક્યું હતું ત્યારે છેલ્લે છેલ્લે તેઓની એક આશા છે કે તેમને તે લગ્ન કરીને જ મરે સગા સંબંધીઓ સાથે લગ્ન કરતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.