Gujarat Weather Forecast : ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ટ આવ્યા બાદ ફરીથી ગાયબ થઈ ગયો છે. જોકે, ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં રેડ અલર્ટ છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તો કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી સહિતના વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 જુલાઈ સુધીની આગાહી
તો બીજી તરફ, ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની અંબાલાલ પટેલની આગાહી છે. 20 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા છે. 20 તારીખ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડશે. 18થી 20 તારીખ સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. જેનાથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય-પૂર્વ ગુજરાતના ભાગોમા વરસાદની શક્યતા છે. બનાસકાંઠા-કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. 26 જુલાઈએ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતા છે. 


ગુજરાતીના લિકર શોપમાં ભુરીએ કરી ચોરી, બેગમાં બોટલ સરકાવીને છૂમંતર થઈ ગઈ


મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે વરસાદ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યુ કે, રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને 20 તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. બંગાળના ઉપસાગરમાં 18 થી 20 ઓગસ્ટમાં એક મજબૂત સિસ્ટમ બનશે. ઓરિસ્સા, છત્તીસગઢ, બિહારના ભાગો પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. મજબૂત સિસ્ટમના લીધે તેનો ઘેરાવો મોટો હશે જેના લીધે પુર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ઉતર પશ્ચિમ મધ્યપ્રદેશના ભાગો ગુજરાતના ભાગોમાં વરસાદી ની સ્થિતિ રહેશે 


જુલાઈના અંતમાં આવશે વરસાદ
પશ્ચિમ ભાગોમાં એક ટફ રેખા છે. આવહા ડાંગ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં મધ્ય ગુજરાતના  ભાગોમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં પંચમહાલના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત આસપાસના વિસ્તારમાં અને બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. 26 જુલાઈ સુધી રેહેવાની શક્યતા. જુલાઈના અંત સુધીમાં એક ભારે વહન આવી રહ્યું છે.


અંબાણીના લગ્નમા આખી મહેફિલ લૂંટી ગયો પૃથ્વી અંબાણી, નવી કાકીનું કર્યું જોરદાર સ્વાગત