અંબાણીના લગ્નમાં આખી મહેફિલ લૂંટી ગયો પૃથ્વી અંબાણી, નવી કાકીનું કર્યું જોરદાર સ્વાગત

prithvi ambani video : અંબાણી પરિવારના તમામ ફંક્શન પૂરા થયા બાદ હવે પૃથ્વી અંબાણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયો હાલ જોરદાર વાયરલ થયો છે

અંબાણીના લગ્નમાં આખી મહેફિલ લૂંટી ગયો પૃથ્વી અંબાણી, નવી કાકીનું કર્યું જોરદાર સ્વાગત

Ambani Grandson Viral Video : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નથી લઈને રિસેપ્શન સુધીની તમામ બાબતોએ ભારે ચર્ચા જગાવી. અંબાણી પરિવારના લગ્ન સમારોહ ભારે ચર્ચામાં રહ્યા. અનેક મોટી હસ્તીઓ અને મહાનુભાવો આ લગ્નમાં જોવા મળ્યા. ત્યારે આ વચ્ચે એક ટાબરિયાએ આખી મહેફિલ લૂંટી લીધી. લગ્નમાં બીજા કોઈની નહિ, પણ આ બાળકની હાલ ચારેતરફ ચર્ચા થઈ રહી છે. કોણ છે આ બાળક જે અંબાણી પરિવારના ફેમિલી ફોટમાં નીચે પડતું જોવા મળે છે, આવો જાણીએ. 

અંબાણી પરિવારમાં રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈના રોજ હતા, જેના બાદ 14 જુલાઈના રોજ અંબાણી પરિવારે એક મંગળ ઉત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અંબાણી પરિવારે લગ્નમાં હાજરી આપનારા મહેમાનોનો આભાર પ્રકટ કર્યો હતો. આ ઉત્સવ દરમિયાન અંબાણી પરિવારના લાડલા પૌત્ર પૃથ્વી અંબાણીની સ્ટેજ પર ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી. અંબાણીના પૌત્રની ગ્રાન્ડ એન્ટ્રીનો ક્યુટ વીડિયો વાયરલ થયો છે. લોકો હવે આ વીડિયો પર મજેદાર કોમેન્ટ કરી રહ્યાં છે. 

વાયરલ એન્ટ્રી છે ભાઈ
સોશિયલ મીડિયા યુઝર્સ પૃથ્વી અંબાણીની આ એન્ટ્રીથી બહુ જ ખુશ નજર આવી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, આ એન્ટ્રી તો વાયરલ થવાની છે ભાઈ. તો બીજા યુઝરે લખ્યું કે, આ રીતે આવવાની રીત કેઝ્યુઅલ હતી. અન્ય એક યુઝરે લખ્યું કે, ધ ગ્રાન્ડ એન્ટ્રી. આ રીલને અત્યાર સુધી 14 લાખથી વધુ લોકોએ જોઈ લીધી છે. 

 

અનંત અંબાણીના રિસેપ્શનમાં છવાયા પૃથ્વી અંબાણી
વીડિયોમાં આખો અંબાણી પરિવાર દેખાઈ રહ્યો છે. નીતા અંબાણીના હાથમાં માઈક છે. તે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીને સ્ટેજ પર બોલવા માટે બોલાવે છે. જોકે, આ વચ્ચે ખાનદાનો ચિરાગ કંઈક એવુ કરે છે કે, જેનાથી સૌ હસવા લાગે છે. 
   
દાદી નીતા અંબાણીના બોલાવવા પર પૃથ્વી દોડતા દોડતા સ્ટેજ તરફ આવી જાય છે, પરંતુ તે નીચે પડી જાય છે. નીતા, રાધિકા અને માતા શ્લોકા તેને ઉઠાવવા હાથ આગળ કરે છે, તો પૃથ્વી જાતે જ ઉભા થઈ જાય છે. તેઓ માઈક પકડીને બોલે છે કે, હેલો, જય શ્રી કૃષ્ણ. 

પૃથ્વી અંબાણીની 'ગ્રાન્ડ એન્ટ્રી' પર લોકોએ શું કહ્યું?
પૃથ્વી અંબાણીની આ ક્યૂટ સ્ટાઈલ જોઈને આખો પરિવાર હસવા લાગે છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વીડિયો પર પ્રેમભર્યા રિએક્શન આપી રહ્યા છે. કોઈએ તેને 'પૃથ્વી અંબાણીની ગ્રાન્ડ એન્ટ્રી' કહ્યું તો કોઈએ લખ્યું- 'પૃથ્વી પૃથ્વી પર પડી ગયો'. ઘણા લોકોએ પૃથ્વીના મૂલ્યોની પ્રશંસા કરી અને લખ્યું કે 'અંબાણી પરિવારે તેને સારી રીતે ઉછેર્યો છે'. વીડિયો પર મજાક કરતી વખતે એક યુઝરે લખ્યું- 'પૃથ્વી અંબાણી આશીર્વાદ લેવા સીધા નીચે પડ્યા'.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news