ઝી બ્યુરો/ભાવનગર: ભાવનગરમાં રખડતાં ઢોરના આતંકથી યુવતીનું મૃત્યુ થવાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. આ મૃત્યુ અકસ્માતથી નહીં પણ લવ જેહાદમાં હત્યા થયાની આશંકા છે. અકસ્માતે નહીં પણ દીકરીની હત્યા થયાના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. વાત એમ છે કે સુરેન્દ્રનગરના પાણશીણા ગામની હેતલ રાઠોડે વિધર્મી યુવક સાથે એક વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીધામમાંથી 800 કરોડનું 80 કિલો ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ;ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો


નર્સિંગના અભ્યાસ દરમિયાન હમીદ ડેરૈયાન સંપર્કમાં આવી હતી. પરિવારના સમજાવ્યા પછી પણ હેતલે હમીદ ડેરૈયા સાથે રહેવાની જીદ કરી હતી. દીકરીના જીવને જોખમ હોવાની અગાઉ પરિવાર રજૂઆત કરી હતી. જો કે એક વર્ષ પછી દીકરીનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનોએ હત્યાના આરોપ લગાવ્યા છે.


આવી ગઈ અંબાલાલની નવી આગાહી; શનિવારથી સક્રિય થશે વાવાઝોડા, ઓક્ટોબર ગુજરાત માટે ભારે!


ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર જિલ્લામાં રખડતાં ઢોરનો ત્રાસ યથાવત વધી રહ્યો છે. શહેર અને જિલ્લામાં રખડતાં ઢોરને લઈને બે અકસ્માતો સર્જાતા ઘટનામાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. ભાવનગર શહેરના દસ નાળા નજીક કારની અડફેટે ગાય આવી જતા કારે પલ્ટી મારી હતી. અકસ્માત સર્જાતા હમીદ ભાઈ અને તેમના પત્ની હુસ્નાબેન બન્ને ઇજાગ્રસ્ત થતા સર. ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન હુસનાબેન ડેરૈયા નું થયું મોત છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા આખલાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.


મોતની ખાણ 4 મજૂરોને ભરખી ગઈ! સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના


જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ભુરાયા થયેલાં ખુંટીયાએ વૃધ્ધાને અડફેટે લઇ પછાડી દઇ ખુંદી નાખતા ગંભીર ઇજાને કારણે તેમનુ મોત નિપજ્યું હતું. ડોડીયાળા રહેતા શાંતાબેન ચકુભાઇ વાસાણી સવારે દશ વાગ્યે મોટા દિકરાના ઘરેથી ચાલીને નાના દિકરાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે પ્લોટ વિસ્તારમાં ખુંટીયાએ વૃધ્ધાને હડફેટે લઇ પછાડીને ખુંદી નાખતા પાંસળી સહિત શરીરમાં ગંભીર ઇજાઓ થઈ હતી. વૃધ્ધાને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા તેમનુ મોત નિપજ્યું હતુ.


ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના; પ્રતિમા તારને અડી જતા 2ના મોત, 3 ગંભીર