ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના; પ્રતિમા તારને અડી જતા 2ના મોત, 3 ગંભીર

નવરત્ન ટોકીઝ પાસે વિશાળ મૂર્તિને હેવી વીજ લાઈન અડતા કરંટ લાગ્યો હતો. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા 5 ને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલ ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના; પ્રતિમા તારને અડી જતા 2ના મોત, 3 ગંભીર

ઝી બ્યુરો/આણંદ: ગણપતિ વિસર્જન દરમિયાન ખંભાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રામાં વીજ કરંટ લાગતા 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. વિસર્જન યાત્રા દરમિયાન બપોરના 2 કલાકની આસપાસ આ ઘટના બની છે. નવરત્ન ટોકીઝ પાસે વિશાળ મૂર્તિને હેવી વીજ લાઈન અડતા કરંટ લાગ્યો હતો. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા 5 ને કરંટ લાગ્યો હતો. જેમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલ ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગણપતિની પ્રતિમાને વીજ વાયર અડી જતા 5 લોકોને વીજ કરંટ લાગ્યો છે. જેમાં બે લોકોના મોત થયા છે જ્યારે 3 લોકોની હાલત ગંભીર છે. ખંભાતની નવરત્ન સિનેમા પાસે આ ઘટના બની છે. હાલમાં ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. 

આણંદના ખંભાતમાં ગણપતિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. લાડવાડા વિસ્તારના ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે લઇ જતા હતા ત્યારે વીજ કરંટ લાગ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news