ઝી ન્યૂઝ/અમદાવાદ: અમેરિકા-કેનેડા બોર્ડર (US-Canada border) પર ગુજરાતી એક પરિવારના ચાર સભ્યોના મોત મામલે પુષ્ટિ થઈ ગઈ છે. કેનેડામાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોક તાલુકાના ડીંગુચા ગામનો પટેલ પરિવારની મોતની પુષ્ટી થઈ છે. કેનેડા પોલીસે આ પુષ્ટી કરી છે. ચારેય લોકો ડીંગુચા ગામના જ હતા. જેમાં જગદીશભાઈ પટેલ (39), વૈશાલીબહેન પટેલ (37), વિહાગી પટેલ (11), ધાર્મિક પટેલ (3)નું મોત ઠંડીના કારણે થયું હતું. તમને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ કેનેડો પોલીસને મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીએ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડા અમેરિકાની બોર્ડર પર ગુજરાતી પરિવારના આકસ્મિક મોતના મામલે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. પરિવારની અંતિમ વિધી કેનેડા ખાતે જ કરાશે. પરિવારના એક સભ્ય અંતિમ વિધિમાં જોડાવા કેનેડા જઇ શકે છે. અંતિમ વિધી માટે કેનેડા જવા જગદીશના મોટાભાઇ વિનંતી કરશે. કેનેડીયન સરકારની માહિતીને આધારે ભારતીય એમ્બેસીએ મત્યુની ખરાઇ કરી છે.


કેનેડાની પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છે કે એક અઠવાડિયા પહેલા અમારા અધિકારીઓએ યુ.એસ./કેનેડા સરહદની પાસે ઇમર્સન, મેનિટોબા નજીક ચાર મૃત વ્યક્તિઓની શોધ કરી હતી. જેમાં પીડિતોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. અમારા અધિકારીઓ પીડિતોની ઓળખ કરવા માટે મુખ્ય તબીબી પરીક્ષકની ઓફિસ સાથે કામ કરી રહ્યા છે. શબપરીક્ષણ પૂર્ણ થવાથી અમે હવે પીડિતોની ઓળખની પુષ્ટિ કરવાની સ્થિતિમાં છીએ. તેઓ એક જ પરિવારના છે અને તમામ ભારતીય નાગરિક છે. મેડિકલ એક્ઝામિનરની ઓફિસે પણ પુષ્ટિ કરી હતી કે મૃત્યુનું કારણ એક્સપોઝર હતું. શરૂઆતમાં, અમે પીડિતોમાંથી એકની ઓળખ કરી હતી. અમે તે ભૂલ માટે ક્ષમાપ્રાર્થી છીએ પરંતુ કૃપા કરીને સમજો કે જે સ્થિર અવસ્થામાં મૃતદેહો મળી આવ્યા હતા અને પરિવાર દ્વારા પહેરવામાં આવેલા કપડાંને કારણે પ્રારંભિક ઓળખ મુશ્કેલ બની હતી. તેથી જ નામોની પુષ્ટિ કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો.


તમને જણાવી દઈએ કે  અમેરિકા-કેનેડા બોર્ડર ભોગ બનેલા જગદીશ પટેલ છેલ્લા 7 વર્ષથી તેમનાં પત્ની વૈશાલી બેન અને 3 વર્ષનો ધાર્મિક અને 12 વર્ષની દીકરી ગોપી સાથે કલોલ (kalol) પંચવટી વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી વિભાગ -1માં ભાડે રહેતા હતા અને એક વર્ષ પહેલાં ગ્રીન સિટીમાં તેણે પોતાનું 65 લાખનું મકાન લીધું હતું. મકાન લીધા બાદ 10 લાખનો ઘરમાં ખર્ચો પણ કરાવ્યો હતો. જગદીશ પટેલ પહેલા શિક્ષક હતા જે બાદ જીન્સ શર્ટ ફેક્ટરીમાં મોટા ભાઈ સાથે ધંધો કરતા હતા  પરિવાર પૈસે ટકે સુખી હતો. 7 મી જાન્યુઆરીના રોજ વૈશાલી પટેલ તેમની પિતરાઈ બહેન સુમિત્રાને મળ્યા હતા અને ડીંગુચા જવાનું કહીને નીકળ્યા હતા, પણ પિતરાઈ બહેનને વિદેશ જવા બાબતે કોઈ જાણ કરી નહોતી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube