સુરત : સુરમતાં ગે ડોકટરને બ્લેકમેઇલ કરનાર ટોળકીનો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સે ડોકટરની અશ્લિલ હરકતોનો વીડિયો બનાવ્યો હતો અને ડોક્ટરને બ્લેકમેલ કરીને 5 લાખ રૂપિયા માંગતો હતો. તેણે ડોકટરને માર મારવાની પણ ધમકી આપી હતી. પોલીસે છટકુ ગોઠવીને બ્લેકમેલ કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Photos : અકબરે તેના કિલ્લામાં કેદ કર્યું હતું આ પવિત્ર અક્ષયવટને, જેની પાછળ છુપાયું છે મોટું રહસ્ય


સુરતના વેડરોડ પર રહેતા 30 વર્ષીય આશિષ ભાટીયા (નામ બદલવામાં આવ્યું છે) હોમિયોપેથિક ડોક્ટર છે. મૂળ ભાવનગરના આ ડોક્ટર હોમો સેક્સ્યુઅલ છે. થોડા સમય પહેલા તેમને મોબાઈલ એપ્લિકેશનમાં રાજુ નામના યુવકની એક ફ્રેન્ડ રિકવેસ્ટ મળી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત વધી હતી, અને બાદમાં મળવાનું પણ વધ્યું હતું. એક મુલાકાતમાં ડોક્ટર અને રાજુ વચ્ચે મુખમૈથુન થયું હતું. આ દ્રશ્યોને રાજુના સાગરિકોએ એક બારીમાંથી છુપાઈને વીડિયોમાં ઉતાર્યા હતા. બાદમાં રાજુ અને તેના સાગરિતોએ ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. રાજુએ તેના પરિવારજનો અને સંબંધીઓને આ વીડિયો મોકલવાની ધમકી પણ આપી હતી. બાદમાં તેઓએ ડોક્ટરને માર પણ માર્યો હતો અને સમાધાન માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. 


શું જયંતી ભાનુશાળીના હત્યાના દિવસે તેમની પૂર્વ પ્રેમિકા મનીષા કચ્છમાં જ હતી?


ડોક્ટરે આટલી મોટી રકમ આપવાની નામ પાડતા સાગરિતોએ 60 હજાર રૂપિયામાં તેમને છોડવાની વાત કરી હતી. ત્યારે આ મામલે હોમિયોપેથિક તબીબે પોલીસનો સંપર્ક કર્યો હતો. જેમાં સર્વેલન્સ ટીમ દ્વારા છટકુ ગોઠવીને આ ટોળકીના કિરીટ હરિસિંગ મોરીને પકડી લેવામાં આવ્યો હતો. 26 વર્ષીય કિરીટ મોરી અમદાવાદનો વતની છે. હાલ તેના બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા, જેમાં તેની ટોળકી વિશે પૂછપરછ કરવામાં આવશે.