કૃણાલ પંડ્યાએ જેકબ માર્ટિનની મદદ માટે આપ્યો બ્લેંક ચેક, કહ્યું- જેટલી જરૂર હોય તેટલા ભરી લો
પૂર્વ ભારતીય ક્રિકેટર જેકમ માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં જીંદગી સામે લડી રહ્યો છે.
વડોદરા: પૂર્વ ભારતીય ક્રિકેટર જેકમ માર્ટિન વડોદરાની એક હોસ્પિટલમાં જીંદગી સામે લડી રહ્યો છે. 28 ડિસેમ્બરે એક વાહન અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમના ફેફસા અને લીવરમાં ગંભીર ઇજાઓ થતા તેમને અત્યારે વેટિંલેટર પર રાખવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, માર્ટિનના પત્ની ખ્યાતિએ બીસીસીઆઇ સમક્ષ મદદની માગ કરી હતી. જ્યારે બીસીસીસઆઇ દ્વારા 5 લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. વડોદરા ક્રિકેટ એસોસિએશન પણ મદદ માટે આગળ આવ્યું હતું. અને ત્રણ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાના નાના ભાઇ કૃણાલ પંડ્યાએ માર્ટિનની મદદ માટે બ્લેંક ચેક આપ્યો છે. મહત્વનું છે, કે માર્ટિન અને કૃણાલ બંન્ને એક જ શહેર વડોદરાથી આવે છે.
પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ માર્ટિનની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. વડોદરા ક્રિકેટ સંધના પૂર્વ સચિવ સંજય પટેલ માર્ટિનના પરિવારની મદદ કરનાર લોકોમાંથી એક છે. પટેલે જ સૌરવ ગાંગુલીની માર્ટિનના પત્ની સાથે મુલાકાત કરવી હતી. ગાંગુલીએ કહ્યું. ‘મે શ્રીમતી માર્ટિનને કહ્યું કે જો તમારે આગળ પણ જો મદદની જરૂર પડે તો ખચકાયા વિના મારો સંપર્ક કરજો.
અમૂલે લોન્ચ કર્યું કેમલ મિલ્ક, ડાયાબીટીસના દર્દીઓ માટે રહેશે ફાયદાકારક
1 લાખ કરતા ઓછા રૂપિયા ન ભરતા ચેકમાં
હવે હાર્દિર પંડ્યાના નાના ભાઇ કૃણાલ પંડ્યાએ માર્ટિનની મદદ માટે બ્લેંક ચેક આપ્યો છે. ટેલિગ્રાફ અનુસાર, પંડ્યાએ બ્લેંક ચેક આપતા કહ્યુંકે, ‘તમારે જેટલા રૂપિયાની જરૂર હોય તેટલી રકમ ચેકમાં ભરી શકો છો, પરંતુ 1 લાખ કરતા ઓછી રકમ ભરવાની મનાઇ કરી હતી.
માર્ટિને વનડેમાં સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં તેનો ડેબ્યું વર્ષ 1999માં વેસ્ટઇન્ડિઝ સામે કર્યો હતો. તેમણે ભારત માટે 10 વનડે મેચ રમી હતી. 138 જેટવી ફર્સ્ટ કાલ્સ મેચ પણ રમી છે. જેમાં 9192 રન બનાવ્યા હતા. જેમાં તેમની એવરેજ 47ની રહી હતી. તેમણે ભારત માટે તેમની અંતિમ વનડે 17 ઓક્ટોમ્બર 2001માં કેન્યા સામે રમી હતી.